વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બસ થાકી ગયો છું.

થાકી ગયો છું, હાર્યો નથી,
પડ્યો છું, તૂટ્યો છું, ઉઠીને રોજ નવું શીખ્યો છું.

ખુલ્લી આંખે જોયેલા સપનાઓથી બંધ આંખે હેરાન થયો છું,
બસ એમજ સફળતાનું દ્રશ્ય નિહાળી પાછો બેઠો થયો છું.

ખબર છે કાગળની હોડી થી દરિયો પાર ના થાય,
તેમ છતાં મધદરિયે જજુમ્યો છું.

જે ભી શીખ્યો છું એ અનુભવથી જ શીખ્યો છું,
દુનિયાદારી જાણીને દુનિયાથી વિખૂટો થયો છું.

રાત દિવસના ઉજાગરા એમજ નથી ફાવ્યા મને,
બસ કંઈક કરવાની જંખનાથી ટેવાયો છું.

મળી નથી સફળતા આજ સુધી,
દરેક નિષ્ફળતામાંથી સફળતાનું કારણ શોધતો થયો છું.

ઘેરાયા ચો તરફ નિરાશાના વાદળો,
એક કિરણ ની આશ સાથે બેઠો છું.

અનેક કારણો છે છોડી દેવાના,
પણ એક માત્ર કારણથી જ દટ્યો છું.

ડગલે પગલે પડી છે તકલીફો જિંદગીમાં,
પરંતુ દરેક પરિસ્થિતિમાં સ્થિતિ મુજબ લડ્યો છું.

મિત્રો, વાર-તહેવાર બધું ભુલ્યો હું,
ત્યારે જઈને કંઈક ગુંજયો છું.

દબાતો ગયો જવાબદારીઓના બોજ થી,
કેવો હતો ને કેવો થયો છું.

સમય આવશે ત્યારે આવશે,
સમયથી પહેલા સમયને લાવવા માટે લડ્યો છું.

હાર્યો નથી દોસ્ત,
બસ થાકી ગયો છું.

✍️ચિંતન પટેલ. 'અક્ષ'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ