વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેઘા

મેઘા


હે... આવી રૂડી વરસાદી ઋત!

ભીજાયું હૈયું ને મન હિલ્લોળે હો જી...


હે... લીલા પાકનો આવ્યો મેઘલો!

હરખાયાં ખેડુ નર ને નાર હો જી...


હે... ખાબોચિયે છબછબિયાં કીધાં!

મલકાયાં મનમાં બાલુડાં હો જી...


હે... ગામડું હરિયાળીમાં ખીલી ઉઠ્યું!

નગરના અલગ જ ઠાઠ હો જી...


હે... બુંદ બુંદ છાંટો બની વરસી રહી!

માટીની ભીની સુગંધ મ્હેકી હો જી...


હે... પ્રેમીઓના હૈયાંમાં થયો સરવળાટ!

મૌસમની માદકતા પ્રસરી હો જી...


હે... મેઘાની આ કેવી નિરાળી મહેર!

ઘડીકમાં નદી-નાળા ભરપૂર હો જી...






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ