વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એમ ના પણ બને

એમ ના પણ બને...


ક્યારેક અમથું અમથું વ્હાલ કરે એમ પણ બને!

લાગણીઓનો દરીયો ઠાલવે એમ પણ બને!!


રેશમી વાળમાં આંગળીઓ ફેરવે એમ પણ બને!

લટોની સાથે અડપલાં કરે એમ પણ બને!!


અધર અને નયનની વચ્ચે અટવાય એમ પણ બને!

આમ એકીટશે જોયા કરે એમ પણ બને!!


ક્યારેક ભાવતું ને ગમતું લઈ આવે એમ પણ બને!

ઓચિંતું આંખ સામે ધરે એમ પણ બને!!


ક્યારેક દિલ ખોલી હસી પડે એમ પણ બને!

ને અમથું અમથું સ્મિત કરે એમ પણ બને!!


દિલથી ઉપર મન થઈ જાય એમ પણ બને!

લાગણીને મૌન કર, એમ ના પણ બને!!



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ