વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

થોડી યાદો તાજી કરવા દે


*શીર્ષક -* "થોડી યાદો તાજી કરવા દે"


એ જિંદગી થોડું રોકાઈને પાછળ ફરી જોવા તો દે,

બે ઘડી ઉભા રહી શ્વાસ તો લેવા દે.


વર્ષો વીતી ગયા તારી સાથે દોડી દોડી,

એકાદ ડોકિયું મારા બાળપણમાં કરવા તો દે.


શૈશવનાં સ્મરણો ઘણા યાદગાર ર રહ્યાં,

એ બચપણની યાદો ફરી તાજી કરવા તો દે.


એ મિત્રો સાથે આંબલી-પીપળીની રમતો ફરી એકવાર રમવા તો દે.

એ વરસતા વરસાદમાં ફરી પલળવા તો દે.


એ વરસાદના પાણીમાં ચાલતી કાગળની હોડીઓ ફરી ચલાવવા તો દે,

ફરીથી જંગલમાં જઈને કાતરા, કરમદાં અને બોરડીનાં બોર ખાવા તો દે.


બસ આટલી જ અમથી થોડી યાદોને ફરી તાજી કરી લેવા તો દે.



✍ ભરત રબારી

(માંગરોળ, જી. જુનાગઢ)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ