વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાજ

લાજ

****


"મારા બાપ, સુખી થાઝો. હું અભાગીયો કાંઈ કરી હકુ એમ નથ. મારો નાથ રુયઠો હયસે મારાથી નકર પેટના જયણા જેવા તમની આમ સુટા મુકવાના દી થોડા આવે. કિક પાપ કર્યું હયસે મી.."


ઘડીક કાળિયાને તો ઘડીક ધોરીડાની કોટે વળગી વળગી રામો ખૂબ રડ્યો. 

"હેવ દિકરાથીય વાલા આ જનાવર સે તમની. મારે કેટલાકનું પેટ ભરવું. આ મુઓ મેય લંબાણો તઈણ તઈણ વરહથી. મે થાહે તો હેવ ટેકટરથી ખેતી કરી લેહુ. આણી કાઢો ઘરમાંથી. મારોય જીવ તા બરેહ પણ સોકરા ભુયખા રે'તા હોય ન્યા આનું કી પૂરું કરવું."


દીકરો ખીલેથી બેય બળદને હાંકતા ઉગ્રતાથી બોલ્યો. 


જાણે છેલ્લી વારના જુહાર હોય એમ રામો ને એના બળદ સામસામે એકબીજાને જોઈ રડી રહ્યા. જનાવર ને માલિક બંનેની નજર ઉપર આકાશ સામે હતી કે જ્યાં છેલ્લી આશા મંડાઈ હતી. રામો મનોનમ બોલ્યો,


"આ ફરે લાજ રાખી લેજે..."


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ