વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પહેલો વરસાદ

મળી મને માવઠાની માફક બસ બે ઘડી,

ચોરી થઈ ગયું દિલ મારુ બસ એ ઘડી.


ચમકારો થયો એક વીજળીનો,

અપલક થયો હું બે ઘડી.

પળ સરી ન જાય એ ગફલતમાં,

બેબાકળો થયો હું બે ઘડી.


મળી મને માવઠાની માફક બસ બે ઘડી,

ચોરી થઈ ગયું દિલ મારુ બસ એ ઘડી.


કોરું તન પણ ભીંજાયું મન,

જોઈ તેને બે ઘડી.

ભીંજાતા જ્યારે આંખો મળી,

વીંધાયું દિલ એ ઘડી.


મળી મને માવઠાની માફક બસ બે ઘડી,

ચોરી થઈ ગયું દિલ મારુ બસ એ ઘડી.


વાદલડી તું ના રોકાજે,

વરસ્યા કર તું અબઘડી.

શુ ખબર એ રોકાઈ જાય?

ભીંજાવા સાથે બે ઘડી.


મળી મને માવઠાની માફક બસ બે ઘડી,

ચોરી થઈ ગયું દિલ મારુ બસ એ ઘડી.


બંજર આ દિલની ધડકનને,

મળ્યો પહેલો વરસાદ.

શુ મળશે એ અનરાધાર?

કે પછી ઝાપટું બસ બે ઘડી?


મળી મને માવઠાની માફક બસ બે ઘડી,

ચોરી થઈ ગયું દિલ મારુ બસ એ ઘડી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ