વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સૂરજ


                       સવારથી આકાશમાં કાળા વાદળો છવાયા હતા.વરસાદ હમણાં પડે,પછી પડેના એંધાણ હતા..સુવર્ણા આજે એટલી બધી ખુશ હતી;રસોડામાં પતિ સૂરજની ભાવતી વાનગી બનાવવામાં મગ્ન હતી.વર્ષો પછી સૂરજ આજે આર્મીમાંથી નિવૃત થઈ પાછો ફરવાનો હતો.જે પળની રાહ જોવાતી હતી તે ઘડી નજીક આવી રહી હતી.


લગ્ન કરી સૂરજ સાથે પહેલીવાર ઘરમાં આવી ત્યારે  સૂરજે આપેલો અઢળક પ્રેમ ...એક અનાથ સાથે લગ્ન કરી સમાજમાં સુવર્ણાને મળેલ સમ્માન બધું આજે સુવર્ણાને યાદ આવી રહ્યું હતું.


લગ્ન પછી એકલી મૂકીને જતા સૂરજ સામે ચોધાર આસુંએ રડી પડેલી સુવર્ણાને સૂરજ હસતાં હસતાં કહેલું..' અરે મારી વ્હાલી ..એક આર્મીમેનની પત્ની થઈ રડે છે ,તારે તો ગર્વ અનુભવો જોઈએ.હું થોડા વર્ષોમાં નિવૃત થઈ પાછો આવી જઈશ ત્યાં સુધી તું અનાથાલયમાં રહેતા બાળકોને સંભાળવાની ફરજ પૂરી કર.' અને સૂરજના ગયા પછી અનાથ બાળકોની સંભાળ રાખવામાં વ્યસ્ત બની ગઈ.


આજે વર્ષો પછી સૂરજ સાથે આખું જીવન પસાર કરવાના.સૂરજ સાથે મળી અનાથ બાળકોની સેવા કરવાના અવસરને મનોમન કલ્પી રહી હતી.


ત્યાં  બારણે ગાડીનો જોરદાર હોર્ન સંભળાયો.એ દોડતી બહાર આવી ...જોયું તો તિરંગામાં લપેટાયેલો સૂરજ..જોરદાર વીજળીનો કડાકો...ત્યાં જ આકાશમાં સૂરજ અલોપ થઈ ગયો....!!  

ના...સૂરજ....તું આમ..ના....

સુવર્ણા સૂરજને જોતી રહી ને એણે કહેલા વાકયો અચાનક એના કાને અથડાયા," મારો ઉજાશ તો ચારેકોર રહેશે ...!!અંઘકારમાં અટવાયેલા આ અનાથ બાળકોના ચહેરા સૂરજની જેમ  એક દિવસ જરુર  ચમકશે....!"

સુવર્ણાની ચીસ...હા..સૂરજ..હા...જરુર ચમકશે!!



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ