વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોથળો

                          પપ્પા..... આ તમે રેઈનકોટ નો કલર તો જુઓ? ગુલાબી..!!!  આવા કલરનો રેઈનકોટ કોણ લાવે? આ ગુલાબી ગુલાબી રેઈનકોટ મને નથી ગમતો, આ રેઈનકોટ માં તો હું એલિયન જ લાગીશ. અને સ્કુલમાં મારા ફ્રેન્ડ લોકો પાસે કેટલા મસ્ત મસ્ત રેઈનકોટ છે. વૈભવે ગુસ્સામાં કહ્યું.


"લાલુ એક તો હું છત્રી ઘરે જ ભૂલી ગયેલો અને અચાનક વરસાદ પડતા હું પલળી ગયો આથી ઉતાવળમાં જે મળ્યો એ લઈ લીધો." પિયુષ ભાઈએ પ્રેમથી કહ્યું.


મારે કંઈ નથી સાંભળવું...!!! પપ્પા તમે દુકાને જઈને બદલી આવો... બસ...! 

સારું દિકરા બદલી આવું છું બસ.

                   પિયુષ ભાઈ દુકાને જવા નીકળે છે ત્યારે અનાજના કોથળા માંથી બનાવેલ રેઇનકોટ પહેરીને મસ્તી કરતા કરતા, ખુશી ખુશી શાળાએ જતાં બાળકોને જોઈ છે.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ