વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રિયજન મારી નજરે

દરિયો ગમે ?

જો આ પ્રશ્નનો જવાબ

ખૂબ....       હોય તો પછી વીનેશ અંતાણી લિખિત.      ' પ્રિયજન' લઘુનવલ ન ગમવાનું કોઈ કારણ રહેતું નથી....

            સૌ પ્રથમ મારો મત જણાવું તો ૧૭મા વર્ષે સૌપ્રથમ વખત પ્રિયજન લઘુનવલ વાંચી ત્યારે પ્રશ્ન મનમાં ઉદભવ્યો હતો કે દરિયો ગમે એટલે પ્રિયજન ગમે છે કે પ્રિયજન વાચ્યું એટલે દરિયો? હજુ સુધી નક્કી નથી થઈ શક્યું....

            સ્થૂળ સ્વરૂપના દરિયા થી શરૂ થતી ચારુ નિકેત અને દિવાકર ની દુનિયા સૂક્ષ્મ સ્વરૂપ ના દરિયા જેવા ઉદાર હૈયાની ભાવોની ઉદારતામાં પૂર્ણ થાય છે.

            ' પ્રિયજન' લઘુનવલ ની સૌથી વિશિષ્ટ વિશેષતાની વાત કરું તો દરેક વ્યક્તિ જ્યારે  પહેલી વખત' પ્રિયજન' વાંચે ત્યારે ક્યારે પોતાના અલગ ભાવવિશ્વમાં પહોંચી જાય ખબર જ ન પડે. આ કથાનકમાં ફક્ત ચાર જ દિવસ ની ઘટના આવે પણ આપણા મન અને હૃદયને છલોછલ સંસ્મરણો થી સીંચી દે છે.

             ચારુ,નિકેત, દરિયો અને દિવાકર આ ચાર મુખ્ય પાત્રો થી વાચકોના હૃદયમાં ઉતરતી લઘુનવલ એટલે પ્રિયજન....

નિકેત અને દિવાકર ની વચ્ચે દરિયો લખવાનું કારણ ચારુ નું પાત્ર છે લેખકશ્રીએ ચારુ નું પાત્ર ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે

    નિકેતની ચારુ....

     દિવાકરની ચારુ..,

આ બંને વ્યક્તિ એક છે પરંતુ ભાવોનું વિશ્વ અલગ અને બંને ને જોડે છે દરિયો...

નિકેત અને ચારુ ભરપુર જિંદગી જીવી લીધા પછી અનાયાસે ફરી એકબીજાની સામે, દરિયાની સામે આવીને ઊભા રહ્યા જાણે મૃત્યુ પહેલા એકબીજાની અને દરિયાની સામે અમુક સત્યો સ્વીકારવાના બાકી રહી ગયા હોય.....


જીવનના બધા રંગો વર્ણવતી આ નવલમા ચિત્તાકર્ષક છે

સમજણ સાથેનો પ્રેમ....

શું એક પુરુષ એક સાથે બન્ને સ્ત્રીઓને કે પછી એક સ્ત્રી એકસાથે બન્ને પુરુષોને એકસરખી રીતે ચાહી કે સંવેદી શકે?

આ પ્રશ્નનો ઉતર જ જાણે' પ્રિયજન ' લઘુનવલ છે....


અંતે એટલું કહીશ કે જેને ગુજરાતી સાહિત્ય માં રસ છે,સાચા અને નિખાલસ ભાવે જેને દરિયામાં તરવું છે તેને તો પ્રિયજન એક વખત વાંચવી જ રહી ને પછી પ્રિયજન ની સાથે સાથે,...

દરિયો....

સાંજ..,

જીવનની છલોછલ....બધું જ તણાઈને સાથે આવશે અને અજાગૃત મનનાં અતલ ઊંડળમાં સંગ્રહિત થઈ જશે..



પ્રિયજન પણું અનુભવાઈ આ quote માં


" જીવનને ભરપૂર જીવી લીધું હોય

બધું જ સભર હોય,

છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે

એકાદ ચહેરો મનમાં છલકાઈ જાય.

એવું બને ત્યારે પ્રશ્ન થાય?

કઈ ક્ષણ સાચી?

કે પછી બંને જ સાચી?"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ