વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરોના અને સ્ત્રી

કોરોના અને સ્ત્રી

➖️➖️➖️➖️➖️

કોરોના તું, ક્રિષ્ના તો નથી ને, !

તારા આવવાથી, થઈ સ્ત્રીની રક્ષા.

બંધ થયા બળાત્કાર.

થઈ બંધ કિડનેપિંગ.

થઈ રક્ષા સ્ત્રી અને સૃષ્ટિની.

જો ને, શુદ્ધ થઈ સૃષ્ટિ.

ને પવિત્ર થઈ સ્ત્રી.

​ વગર વને,.... વાનપ્રસ્થાન

​ પળાયું ઘરમાં જો ને​​.

​ દો ગજ કી દુરી તુ લાવ્યો જો ને.

​ શેતાન, આજ માનવી બન્યો જો ને.

​ સમજદાર થઈ સ્ત્રી, છોડી નોકરી.

​ પાછું આપ્યું બાળપણ બાળકો ને.

​ માટીના મકાન, આજ ઘર બન્યા જો ને.

​ કોરોના તારા આવવાથી,

​ ઘણું બદલાયું,

​ પરંપરા,રીતરિવાજ,શિક્ષણ અને

​ જીવન જીવવાની રીતો.

​ હતા,ભક્તિમાં આડંબરો,

​ એ પણ તે તોડયા.

​ મંદિરમાં લગાવી તાળા.

​ કોરોના, તું છો, કાના કાળા.!

​ બતાવી લાલ આંખ તે માનવને.

​ જીવવા દો,પશુ,પક્ષી અને જીવ જંતુને.

​ નથી ધરા પર કોઈ એકનો અધિકાર.

​ જીવો ને જીવવા દો, 'જીવ' સૌ સમાન.

​✍️ જયા.જાની.તળાજા. "જીયા"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ