વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વર્ષારાણી.

ભલે રહી હોડી મારી કુણા કાગળની,

તુજમાં આસ્થા તો મને આપરંપાર છે.


હવે તારે કે,ડૂબાડે અંદર તારી અને,

મારી મીઠી મીઠી લાગણીનો ભાર છે.


રાહ જોઈ ઘણી તારી વર્ષારાની અમે,

કે,આવવાની હજુ તારે કેટલી વાર છે.


માણવી છે એ સુગંધ માટીની,તારા એ

મીઠા ઝરમરિયા  ફોરાની એ ધમાલ છે.


આવીશ તું એવી આશા તો છે ઘણી,

પણ,તડપાવવાની તો તારી કમાલ છે


જો કરે છે તાત ધરતીનો તને સાદ ઓ,

નખરાળી નખરાથી તારા એ જ્ઞાત છે.


નહીં મારા એકલાની આ વાત છે,જો

આવ તો માનવજાતતણી પણ વાત છે.


ગમે છે રઘવાયા ઢોર તને ભાંભરતા ?

કે,પછી એ કોયલના ગીતો સાંભળતા,


આવ હવે ઓ વર્ષારાણી રુમઝુમ કરતી,

કરતી,ભૂલ્યા નથી કોઈ તને સંભારતા.


                                 રાજેન્દ્ર સોલંકી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ