વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મહોરું

મહોરું

******


સાવ જ રહી જવાયું છે ભીતરથી કોરું,

આ ભીનાશનું ખસ્યું જો સહેજ મહોરું..


ચાડી ખાય  આંખો વરસીને હંમેશા,

હૃદય સુધી શું લંબાતું હશે કોઈ બાકોરું ?


આષાઢી ક્ષિતિજે પણ ખાલીપો ડોકાય,

લખ્યું હો જાણે કોઈએ લકીરોમાં રણ ખોરું..


ઝરમરનો બોજ લઈને વાદળ ફરે એકલવાયું,

માગે જગત સાગર ને એ વરસે સાવ ફોરું ફોરું..


પહેલો હો કે છેલ્લો તોય ધરાનું મન રહ્યું કોરું,

ને પછી ચડાવ્યું એણે લીલીછમ ચૂંદડીનું મહોરું..









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ