વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીંદગી રમણ ભમણ


         જ્યારે તમામ દરવાજા બંધ થઇ જાય છે, ત્યારે હૈયે થી હિમ્મત ખૂટી જાય છે, વિચારવાની બધી જ શક્તિઓ જાણે બંધ થઇ જાય છે ને ત્યારે સુશિક્ષિત લોકો પણ અંધશ્રદ્ધા તરફ ડગ માંડતા હોય છે.

           અચાનક જ ફોન ની ઘંટડી વાગી "હેલ્લો બા શું કરો છો ?કેમ છો ?મજામાં ને?"  એકશ્વાસે આસ્થા એ પૂછ્યું? સામે છેડે થી તેની સાસુ એ જવાબ આપતા કહ્યું હા. હા.

            મેં એક દાદા ને તમારો નંબર આપ્યો છે. તેનો ફોન આવે તો વાત કરી લેજો, એને જે કંઈ કહે એ બધું જ કરજો. આસ્થા તેની સાસુ નું કહ્યું બધું જ માને અને બધા જ કહેલા વચન નિભાવે.

          આસ્થાને એક પુત્ર અને એક પુત્રી હતા. પુત્ર નું નામ ઓમ અને પુત્રી નું નામ લૈખા... લૈખા બાર વર્ષની અને ઓમ નવ વર્ષના હતા.

           પેલા બ્રાહ્મણ દાદાનો ફોન આવ્યો. અને એમણે જે કંઈ પણ કહ્યું તે પ્રમાણે આસ્થા દરરોજ કરવા લાગી. પહેલા તો કહ્યું કે પીપળા નું પાન દર શનિવારે લાવીને તમારા ઘર મંદિર માં મૂકવું. આસ્થા પેલા બ્રાહ્મણ દાદાના કહેવા પ્રમાણે કરવા માંડી.

           સૂર્યનારાયણને પાણી ચડાવવું પણ તેમાં સૂકા લાલ મરચા માં બીજ નાખીને સૂર્યનારાયણ ને જળ ચડાવવું અને એ પણ તમારા પતિ એ ચડાવવું તમારે નહિ. તમારે સૂર્યનારાયણ ને જળ ચડાવવું હોય તો તેમાં હળદળ અને ચોખા નાખીને ચડાવવું. આમ અલગ અલગ આસ્થા દાદાના કહ્યા પ્રમાણે અનુસરતી ગઈ.

         આસ્થા ખૂબ જ નિખાલસ,દયાળુ, પ્રામાણિક તેમજ દેખાવે સુંદર સુશીલ હતી. અવાજ પણ મીઠો કોયલ જેવો હતો. સ્વાભાવિક હતું કે કોઈ પણ પુરૂષ તેના તરફ આકર્ષાય. તેના આવાજ માં જાદુ હતો..

        એક દિવસ અચાનક પેલા પંકજે(દાદો)તેના વખાણ કરવા માંડયા સ્વાભાવિક છે, કે કોઈ પુરુષ, સ્ત્રીના વખાણ કરે એટલે સ્ત્રી પોતાની જાતને હોય તેના કરતા પણ વધારે સારી હોવાનો પ્રયાસ કરે.

           આમ સ્ત્રીઓ ને પોતાના વખાણ ખૂબ જ ગમે છે. એટલે સ્વાભાવિક છે કે આસ્થા પણ તે પ્રવાહ પર ખેંચતી ગઈ. દાદા રોજ નીત-નવા પ્રયોગો આપતા જાય અને આસ્થા તે પ્રમાણે કરતી જાય.

         આસ્થા ક્યાં સુધી કંઈ હદ સુઘી તે દાદા તરફ ખેંચવા લાગી હતી. તેનું તેને ભાન જ ન રહ્યું હતું. પેલો દાદો કહે કે રાત્રે ફોન કરજે તો આસ્થા રાતે જાગી ને ફોન કરે. મંત્રની જાણ વગર પણ કલાકો સુધી વાતો કરતી. મંત્ર બીમાર હોવાથી રાત્રે લગભગ ક્યારેય જાગતો જ નહિ.

          પેલો દાદો પણ જે પ્રયોગ આપે ત્યારે તેમના પતિ ના માટે છે. એવું કહીને લાલચ આપે એટલે આસ્થા પણ દાદાની એક પણ વાત ટાળે નહી.

         એક વખત દાદાએ ફોનમાં જ કહ્યું કે એક ઉપાય છે. તારો પતિ સાજો પણ થઈ જાય અને તારે ઘર નું મકાન પણ થઈ જાય. પણ કંઈ રીતે કહું સમજાતું નથી. પણ આસ્થા આટલા સમય થી સહજભાવે વાત કરતી હોવાથી કહ્યું, બિન્દાસ કહો વાંધો નહિ.

            આસ્થા ની બહુ આનાકાની બાદ દાદા એ કહ્યું કે જો,તો તારી છાતી માંથી દૂધ નીકળે છે..?? આ પ્રશ્નથી પહેલા તો આસ્થા ના આખા શરીર માં કંપારી છુટી ગઈ. સ્વાભાવિક છે કે કોઈ પણ પુરુષ જ્યારે સ્ત્રીઓ ને આવા પ્રશ્નો ને શબ્દ થી કંપારી છુટી જવી. કોઈ કુણી લાગણીઓ શરીર ની નસેનસ માં એક કંપન ઉત્પન્ન થવું .

       સાણસા ગામનો હતો એ દાદો. તેનું નામ હતું પંકજ. તે મેલીવિદ્યા માં માહિર હતો. તેણે મેલી વિદ્યાના અનેક આયોજનો અને અનેક પુસ્તકો દ્વારા અનેક મેલી વિદ્યા શીખેલી હતી. તે તેના આજુબાજુ ના ગામડાઓ માં ખુબ પ્રચલિત અને તેણે ઘણી સિદ્ધિઓ મેળવી હતી.

            પરંતુ આસ્થા શહેર માં મોટી થવાથી આવી કોઈ વાત થી સાવ અજાણ હતી મેલીવિદ્યા જવું કંઈ સાંભળ્યું જ નહોતું.

            આસ્થા શહેર માં જ મોટી થઈ અને ભણી ગણીને ગ્રેજયુએટ થઈ એટલે આમ તો બધી વાતે હોશિયાર હતી. પણ આવી બાબતે સાવ અજાણ. કોઈ દિવસ આવી વાતો સાંભળેલી જ નહિ તો આસ્થા માં સામે પેલો ઠગ તેને ઠગી રહ્યો હતો. એવો વિચાર માત્ર પણ આસ્થા ને ન આવે તે સ્વાભાવિક હતું.

        ક્યારેય વિચાર્યું છે કે ગંજીફાના ના કાર્ડની કિંમત કંઈ જ નથી હોતી, પરંતુ તેનો ખેલાડી તે જ કાર્ડ ની મદદ થી કાંતો ઘણું બધું ગમાવી શકે કાંતો ઘણું બધું મેળવી શકે છે.

         આ દાદા એ તો રમત માંડી હતી, આસ્થાના પ્રેમની, સંવેદનાની ,લાગણીઓની જેનાથી આસ્થા સાવ અજાણ હતી.

       આસ્થા ને ધીમે ધીમે કરીને મીઠું ઝેર આપી રહ્યો હતો.

       આસ્થા ચેક કર્યું તો સ્તનમાં દૂધ નીકળતું હતું. તેમણે કહ્યું હતું કે કોઈને પણ આ વાતની જાણ થશે તો પ્રયોગ નિષ્ફળ થશે...એટલે આસ્થા એ ક્યારેય આ વાત કોઈ ને પણ ન કરી. એમના સાસુને પણ નહિ કહેવા બાહેધરી લીધી હતી .

       અને મંત્ર બીમારી ના કારણે અડધો બેહોશી ની હાલત માં જ હોય.તો એને જાણ થવી શક્ય જ નથી.

          સ્તનમાં દૂધથી આસ્થા એ સફેદ કાગળ માં ચાંદીની કોઈ વસ્તુથી 'શ્રી' લખવાનું પંકજે કહ્યું હતું. 21 વખત 'શ્રી' લખવાનું હતું. અને એ પણ છ વાગ્યા પહેલા એટલે કોઈ ને પણ જાણ ન થાય.

                આ બધા થી અજાણ મંત્ર સાજો થવા લાગ્યો હતો.એટલે આસ્થા ઠગ પર વધારે વિશ્વાસ કરવા લાગી હતી. પછી તો પેલા ઠગ આસ્થાને યજ્ઞ કરવા કહ્યું. એટલે પેલો ઠગ આસ્થાના સાસુ-સસરા જ્યાં રહેતા હતા તે ગામ પહોંચી ગયો, અને યજ્ઞ નું મુહર્ત કાઢવા કહ્યું. મુહર્ત નીકળ્યું ન હોવા ને  કારણે આસ્થાને ફોન જોડવા કહ્યું.પેલા ઠગે આસ્થાને પહેલા થી જ સમજાવી દીધું હતું કે હું તમારા સસરાના ગામમાં જાવ ત્યારે ફોન કરીશ અને મુહર્ત તમારા કહ્યા પ્રમાણે જ કાઢીશું.

            આસ્થાને ફોન જોડ્યો અને પેલો ઠગ આંકડાઓ કહેવા લાગ્યો પણ મુહર્ત નીકળ્યું નહિ. ઠગ જોડે વાત શરૂ જ હતી  ત્યાં મંત્ર ઘરે આવ્યો. તેણે જોયું કે આસ્થા ઠગ સાથે મસ્તી થી વાતો કરી રહી હતી.

        આ જોઈને મંત્ર એ આસ્થાના ફોન કોલ ચેક કર્યા. તો રાત્રે લગભગ બે કલાક વાત થી હતી. આ જોઈને મંત્રને અજુગતું લાગ્યું કે એક તો રાત્રે વાત કરવી અને તેમાંય લગભગ બે કલાક એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ પુરુષ ને શંકા થાય. પછી મંત્રએ ફોન માંથી કાર્ડ જ કાઢવી નાખ્યું. મંત્રનું આવું વર્તન જોઈ આસ્થા ડઘાઈ ગઈ. મંત્રને કહ્યું કે ફોન તો જોઈએ જ એટલે મંત્ર એ આસ્થાને બીજો ફોન લાવી આપ્યો. જેમાં બધું જ રેકોર્ડ થતું હતું. આ બધું મંત્ર એ સાબિતી માટે કર્યું હતું. આમ તો આસ્થા માનત નહી પણ એક વખત રાત્રે વાત કરતા ખ્યાલ રહ્યો નહિ અને મંત્ર જાગી ગયો અને આસ્થા પકડાઈ ગઈ. મંત્રએ આસ્થાને ખુબ જ સમજાવી તે તને ઠગી રહ્યો છે, અને તારી સાથે મેરેજ કરી ને વેચી નાખશે મંત્ર આવું બધું સમજાવતો રહ્યો પણ આસ્થા તેની મેલી વિદ્યામાં એટલી ગુચવાઈ કે મંત્ર ની એક પણ વાત તેના માન્ય માં ન આવતી હતી.

            આખરે આસ્થા પર પેલા ઠગ નો ફોન આવ્યો અને મંત્ર સાથે બેસી વાત કરી અને કહ્યું કે આ બધું અહીં જ સંકેલી દો.

             અને આસ્થા ધીમે ધીમે તે ઠગ ના સકંજા માંથી બાહર નીકળતી ગઈ મંત્રની સૂઝબૂઝ ને કારણે...

                             

                                સારાંશ.

       કોઈ પણ નંબર આપે કે અહી તમારી સમસ્યા નું નિવારણ કરો તુરંત પરિણામ,ત્યાંથી દૂર જ રહેવું આસ્થા ના નામે ઠગાઈ કરનાર થી દુર જ રહેવું. તમારા જજબાતને રગદોળાઈ ઠગનારા ઘણા લોકો અને અંધશ્રદ્ધાની આસ્થા નામે તમારી શ્રદ્ધાને ઠેસ પહોંચાડનાર થી દુર રહેવું. જો મંત્ર ને આ બધી ખબર ન પડત તો આસ્થા ને પેલો ઠગ મારી નાખત.  કાંતો તેની કિડની આંખો વગેરે અંગો વેચી ને જલસા કરતો હોત.


                                           ✍️ Krishvi Ram.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ