વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આગમન

આગમન


ઝરમર તારું આગમન મને બનાવી ગયું,

ભીતર ભરેલા સપનાઓને હા જગાવી ગયું...!


મન ભીતરની છુપી લાગણીઓને તન મહી;

મંદ મંદ વાયરા સંગે સરર ડોલાવી ગયું...!


સુકેલી ડાળીઓના મૂળે જઈ હળવે રહીને;

મીઠેરી જળની ધાર કરી પ્રાણ પુરાવી ગયું ...!


મૃગજળની માયામાં સપડાયેલા હર કોઈને;

અમી રસની હેલી કરીને તૃપ્તિ અપાવી ગયું...!



ચહુકોર ટહુકાર કરી આભે અટારી સંગે;

મયૂર નુપૂર રણકાર કરી નચાવી ગયું...!


વ્યાપેલ અગનથી ભરેલ તનયૌવન સાથ;

ઊર્મિ ઉરની ભરેલી આજ જોને બુજાવી ગયું...!


વરસ્યો એ અનરાધાર આભલાની પાર આજ;

સંઘરેલ સ્મરણમાં ખાસને મલકાવી ગયું...!









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ