વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છત્રી

એ ધોમધખતા તડકામાં ઉભી હતી. મેં ઝડપથી એના માથે છત્રી ધરી દીધી. રોજની જેમ એની સૂકી પાંપણો આભારવશ ઝૂકી ગઈ. એણે બ્લાઈન્ડ સ્ટીક ખોલી એની દિશા પકડી લીધી. હું રોજની જેમ એની પાછળ દોરવાયો. પ્રેમ દયા નહીં બની જાય એ ડરે ફરી આજે વણકહી લાગણીઓ છત્રીમાં સમેટાઈને રહી ગઈ. 

આજે ધોધમાર વરસાદ હતો. ઝડપથી એ જગ્યાએ પહોંચ્યો, તો એના હાથમાં એક છત્રી હતી. આજે વરસાદે મારો મોકો છીનવી લીધો. હું ચૂપચાપ એની પાસે જઈ ઉભો રહી ગયો. મારા પગરવથી પહેલીવાર એના હોઠ ફફડી ઉઠ્યા, "ચાલો આજે વરસાદ જ શેર કરી લઈએ!" 

મારા હૃદયમાં ઠંડક પ્રસરી ગઈ. બંને છત્રીઓ વરસાદી પવનમાં ઉડી ગઈ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ