વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાદળ ગાજે

આકાશે ધીમાધીમા વાદળ ગાજે,

વાદળ ગાજે 'ને ઝીણી વીજળી ઝબકે..

આકાશે ધીમાધીમા વાદળ ગાજે.


અષાઢી વાદળોમાં વરસાદ વરસે,

વરસાદ વરસે 'ને ખેડૂત હરખે..

આકાશે ધીમાધીમા વાદળ ગાજે.


ખેતરમાં ખેડૂત વાવણી વાવે,

વાવણી વાવે 'ને ધરતીમાત રીઝે..

આકાશે ધીમાધીમા વાદળ ગાજે.


નદીનાળાં 'ને સરોવર છલકે,

સરોવર છલકે 'ને બીજાંકુર ફૂટે..

આકાશે ધીમાધીમા વાદળ ગાજે.


કૂવામાં જોને પેલા દેડકા બોલે,

દેડકા બોલે 'ને મોર કળા કરે..

આકાશે ધીમાધીમા વાદળ ગાજે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ