વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક ઝખ્મ...

અનરાધાર વરસાદ શહેરને પાણી પાણી કરી રહ્યો હતો.આરવે પોતાના રૂમની બાલ્કનીમાંથી બહાર ડોકિયું કર્યું.


આરવની આંખો ભીની થઈ ગઈ. દર્દનું એક ડૂસકું તેના ગળે બાજી ગયું. ભૂતકાળનું એક દર્દ ભીનું સ્મરણ તેની આંખોમાં ઉપસી આવ્યું. કદી ન ભરાય તેવા ઝખ્મો  દર્દની ચરમસીમા લઈ ઉભરાવા લાગ્યા.


આરવની આંખોમાં ભૂતકાળ તરવરી રહ્યો. એ દિવસે ધોધમાર વરસાદ અને પવનની આંધીએ આખા શહેરમાં તારાજી સર્જી હતી. ઠેર ઠેર પાણી ભરાયા હતા. એવામાં આરવની પત્ની આર્શીને ડિલેવરીનો અસહ્ય દુખાવો ઉપડ્યો. ડોકટરે તેની પ્રેગનેન્સી કોમ્પ્લિકેટેડ હોવાનું પહેલા જ કહ્યું હતું.


આરવે તરત જ ગાડી કાઢી. તે આર્શીને દવાખાને લઈ જવા નીકળ્યો. આર્શીની ચીસાચીસ આખી ગાડીમાં ગુંજતી હતી. એક બાજુ વીજળીના કડાકા અને બીજી તરફ આર્શીની ચીખ !


આખા શહેરમાં એટલું પાણી ભરાયું હતું કે, ગાડી ચલાવવી મુશ્કેલ હતી. તેમજ વાવાઝોડાની અસરના લીધે ઠેર ઠેર વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાઈ થયા હતા. આરવ તેને લઈને હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ આર્શીએ પોતાના શ્વાસ છોડી દીધા. એ વરસાદમાં આરવનું સર્વસ્વ લુંટાઈ ગયું.આરવની દર્દભરી ચીખો આસમાનમાં ગુંજતા વીજળીના કડાકાને પણ ચીરી રહી હતી.


આજે એ વાતને બે વર્ષ થયાં. ત્યારથી મોસમનો દરેક વરસાદ, આરવ માટે ઝખ્મોની સોગાત લઈને આવતો. આજે પણ વરસાદના એજ ધમપછાડા જોઈ આરવે આસમાન તરફ ત્રાડ પાડી,


"ન વરસ તું આમ અનરાધાર...

મારા ઝખ્મ કેરી શૂળ ભોંકાય મારી આરપાર !"




   






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ