વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છેલ્લું ભાડુ

               રાતનું છેલ્લું ભાડુ કરી એ ઘર તરફ જ જઈ રહ્યો હતો. વરસાદ ખૂબ વરસી રહ્યો હોય એણે રીક્ષાની ગતિ ધીમી રાખી હતી. સહસા એને લાગ્યું સામે કોઈ ઊભું છે. રીક્ષા ઊભી રાખતા એક સ્ત્રી પાસે આવી કહેવા લાગી.

               "મારે અહી નજીક જ જવું છે. છોડી દેશો?"

               ઘર તરફનું જ ભાડુ હોય એ છોડી ના શક્યો. "બેસી જાઓ." એમ કહેતા એણે આગંતુક સ્ત્રીને બેસાડી રીક્ષા ચલાવી.

               થોડે દૂર જતા જ એને ધ્યાન આવ્યું કે,

               "વરસતા વરસાદમાં પણ એ સ્ત્રી પલળેલી કેમ નહોતી?"  વિચાર આવતા જ પાછળ જોયું અને...

✍ પ્રકાશ પટેલ "સાત્ત્વિક"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ