વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેઘલાડુ.

મેઘલાડુ

------------


  આ વખતે ભુજના શહેરીજનોને થોડી નવાઈ લાગી કારણકે,મોટાભાગે વરસાદ અષાઢે આવે પણ આ વખતે જેઠ મહિનાની અમાસથી સતત ત્રણ દિવસ ઠેઠ અષાઢીબીજ કચ્છીનવુવર્ષ સુધી મૂશળધાર વરસી શહેરને પાણી પાણી કરી નાખ્યું અને મધ્યમાં આવેલું હમીરસર સરોવર છલકાઈ ગયું.લોકો ઓગન જોવા અને વરસાદની મજા માણવા નીકળી પડ્યા.

  પરંપરાને અનુરૂપ નગરપાલીકાના પ્રમુખશ્રીના હસ્તે વધામણાં રૂપે સરોવરનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજનઅર્ચન કરી લોકોને વધાઈ અપાઈ સાથે મેઘલાડુની પ્રસાદી વહેંચવા તાકીદ કરાઈ કે,છેવાડાના રહીશો તેમજ ઝૂંપડપટ્ટીના પણ કોઈ લોકો પ્રસાદ વગરના ન રહે.

  બપોરબાદ મેઘલાડુ વહેંચવા ગાડીમાં જુવાનિયાઓ દક્ષિણે આવેલી ઝૂંપડપટ્ટીએ પહોંચ્યા.જોયું તો ચોતરફ પાણી પાણી. ગરીબલોકો ગોઠણસમાં પાણીમાં ચાલતા આવી મેઘલાડુ લેવા પડાપડી કરવા લાગ્યા.

  દોઢ દિવસથી અન્નપાણી વગર ઝૂંપડામાં ગોઠણડુબ પાણીમાં જુના લોખંડના પલંગપર બેઠેલા  જીવાએ પણ બહાર નીકળી સડકપર ઉભેલી ગાડી તરફ જઈ ભીડ વચ્ચે હાથ લાંબો કર્યો.તેના હાથમાં એક પડીયું આવ્યું.તે કંઈક આશાએ ઉભો રહ્યો કે,ધકો લાગતા તેણે આશા મૂકી ઝૂંપડામાં જઈ ધનુની બાજુમાં સુતેલી પાચવર્ષની લખી સામે જોઈ ધનુને કહ્યું,


  "ધનું આ છોરીને ખવડાવ હું સડકે ઉભુ છું કોઈ બીજી ગાડી આવે તો એકાદી પાણીની બોટલનો મેળ પડે 'તો."

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ