વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદી થપાટ

  આજે, એની સખી, વિયોગના અભિશાપમાં મદહોશ બની, નેત્રો અને આકાશમાંથી અનરાધાર વરસતી અમીવર્ષામાં કલાત્મક નૃત્ય કરી રહી હતી. એક અદ્ભુત તેજરશ્મિ પ્રગટાવી વાતાવરણને હર્ષ વિભોર કરી રહી હતી. બંને પક્ષે આત્મીય પ્રેમભાવનો સાક્ષાત્કાર , પ્રિયા-પ્રીતમના વિયોગને એક નવી જ ઊંચાઈ બક્ષી રહ્યા હતા.


ત્યાં જ વરસતા વરસાદની દિશા ફંટાઈ જાય છે.


દરિયાકિનારે, સ્વગૃહે બારી પાસે ઊભેલા એના ચહેરા પર જોરદાર વરસાદી થપાટ વાગે છે અને સ્વપ્નસૃષ્ટિ ખરી પડતાં અવાજ સંભળાય છે...


  ભોજન તૈયાર છે. આરોગવા પધારો, દ્વારિકાધીશ!






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ