વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તરસ

તરસ

સરસ, સરસ, બહુ સરસ, 
એક માછલીને વરસાદની તરસ! 

પાણી માંહે અંગ કોરાડું, 
થાવું તો હવે ચાતક થાવું. 
ઓલી કાળું છીપલી કેવી અકડાય, 
વરસેલું ટીપું એમાં મોતી થાય. 
મુખ રાખ્યું છે મારૂંય ખુલ્લું, 
જરીક-જરાક-થોડુંક તો વરસ! 

સરસ, સરસ, બહુ સરસ, 
એક માછલીને વરસાદની તરસ!

કોયલના ટહુકે ટહુકે,
ચકલી ને બપૈયા ચહેકે, 
ઓલા મોરલાની કળા સરસ, 
હું ને તું હવે અરસપરસ, 
સાંભળ રે ઓ મેહુલા મારા, 
મુજને તુજ તણી તરસ! 

સરસ, સરસ, બહુ સરસ, 
એક માછલીને વરસાદની તરસ! 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ