વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તને મળ્યા જેવું લાગ્યું!

વિવિધ  પ્રકારના સંઘર્ષોનો સામનો કરી રહેલી, અંગત લોકોના મિથ્યા આરોપોથી સ્તબ્ધ બનેલી, એ મધ્યમ વર્ગની યુવતી, આકાશમાંથી ધીમેધીમે વરસતા ફોરાંને એની કોમળ હથેળીઓમાં ઝીલતી ઝીલતી, એને પોતાની જિંદગી જોડે સરખાવી રહી હતી. પતિ અને પુત્રના, આ ફોરાંની જેમ જ પંચતત્વમાં ભળી જવાનાં શોકમગ્ન વાતાવરણને હજી હ્દય પચાવી પણ નહતું શક્યું અને હવે આવો ગંભીર આરોપ! આવી પરિસ્થિતિ પાછળ પોતાનો વાંક શોધવાના મનોમંથનમાં ખોવાયેલી હતી. હૈયે ઉભરાતા ડૂસકાંને ગળી રહી હતી અને ત્યાં અચાનક હવાની ઠંડી લહેરખી આવી અને એ ધોધમાર વરસી પડ્યો!


ક્યારેય એના બગીચામાં ન આવતો મોર, અચાનક ઉડીને આવ્યો અને એને જોઈ રહ્યો. એના ચહેરા પર લાંબા સમય બાદ મીઠું સ્મિત ફરી વળ્યું એના સઘળા સવાલોના ઉત્તર મળી ગયા! મન રોમાંચિત થઈ પોકારી ઉઠયું.. ખરેખર કૃષ્ણ, તને આજે મળ્યા જેવું લાગ્યું!
ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ