વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવી રે જાય

આંખોમાં વરસાદ વરસી રે જાય,

યાદ મને તારી જ્યારે આવી રે જાય....

યાદ મને તારી જ્યારે આવી રે જાય.


નયનોમાં નેહ જોને છલકી રે જાય,

મિલનની ક્ષણ જ્યારે સરકી રે જાય...

યાદ મને તારી જ્યારે આવી રે જાય.


બાહોમાં બળ જોને આવી રે જાય,

મનમાં આગોશ તારો સમાવી રે જાય...

યાદ મને તારી જ્યારે આવી રે જાય.


મારા દિલના દ્વાર જોને ખખડી રે જાય,

તારા નૈનોનાં નેણ જ્યારે હલી રે જાય...

યાદ મને તારી જ્યારે આવી રે જાય.


ફુલડાની ફોરમ જોને મહેકી રે જાય,

તારા સ્પર્શની અનુભૂતિ જ્યારે રે થાય...

યાદ મને તારી જ્યારે આવી રે જાય..



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ