વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રામમઢી રે મારી રામમઢી…

 

ઉમાશંકર જોશીના મને ગમતાં કાવ્યોમાંથી એક ભક્તિગીત પ્રકારનું કાવ્ય છે: રામમઢી રે મારી રામમઢી, ગંગા ને કાંઠે રામમઢી…

એની પહેલી પંક્તિ લઈને ઘણા સમય પહેલાં એક ટૂંકું ગીત લખેલું હતું. ઉમાશંકર જોશીના જન્મદિવસ પર એમને સ્મરણાંજલી સાથે…

 

 

રામમઢી રે મારી રામમઢી…

જગત ચલાવે, મલક નચાવે,

અખર અઢી…

રામમઢી રે મારી રામમઢી…

 

જુગ જુગ વીત્યા, આયખા ખૂટ્યા

પ્રેમની પોથી પઢી રે પઢી…

રામમઢી રે મારી રામમઢી…

 

વાટ નિરખતી આંખ્યો થાકી

ખૂટતી ના આ વિરહ ઘડી

રામમઢી રે મારી રામમઢી…

 

સ્વરગ ના માગે, દરશ જ યાચે

ચરણકમળ થઈ જશું રે ઢળી

રામમઢી રે મારી રામમઢી…

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ