વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સુસંપત્તિ

   મોડી રાત્રિએ ધોધમાર વરસતા વરસાદમાં , આલિશાન મકાનના ગેરેજમાં પુત્રએ, ફૂટપાથ પર સુતેલા લોકોને અથડાવેલી ગાડી, લથડિયાં ખાતાં ખાતાં પાર્ક કરી. પિતાની  આતુર આંખો હમણાં જ સામેના રસ્તા પર દેખાતી, પાણી ભરાયેલી ઝૂંપડીમાં, માતા-પિતા જોડે, છબછબિયાં કરીને હોડી- હોડી રમતાં બાળકને જોતાં જોતાં મિંચાઈ હતી.





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ