વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉઘાડ

                 'ઉઘાડ'

આજે ફરી એક વાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને રચના, તમે એ વરસાદને માણવા બાલ્કનીમાં બાંધેલા હિંચકા ઉપર બેસી ગયા. 

પુરા પરીવાર સાથે રહેવા છતાં ક્યારેક તમે નરી એકલતા અનુભવતા હતા. એ એકલતા તમને આગ ઝરતી લાગતી હતી. શાંતિ મેળવવા માટેની ઝંખના તમને વધારે અશાંતિનો અનુભવ કરાવે છે. તમે આ વિચાર અને વાતાવરણને કારણે મનમાં જાણે કે શુન્યતાનો અહેસાસ કરી રહ્યા હતા. અને ત્યારે વિજળીના ચમકારા માત્ર આકાશમા જ નહીં  તમારા મનમાં પણ જાણે કે પ્રસરી ગયા, અને એટલે જ આજની સાંજ તમે તમારી જાત સાથે વિતાવવાનું નક્કી કર્યું છે. 

     અને તમે ધીમે ધીમે બહારનાં ઘોંઘાટ થી અલગ થઈ જાત સાથે વાતો કરવા લાગ્યા, એક અલગ જ અનુભવ થયો. બહારનાં કલરવ વચ્ચે પણ અંદરની નીરવતા તમને સ્પર્શી ગઈ. જેથી તમને સહજ શાંતિનો અનુભવ થયો હતો.આગઝરતી એકલતાનું સ્થાન જાણે પરમાત્મા સાથેનાં એકાંતમાં ફેરવાઈ ગયું. અને રચના, તમને એકલતા અને એકાંતનો ફર્ક સમજાવા લાગ્યો. આમ જાત સાથે સંવાદ કરતાં કરતાં તમે વધારેને વધારે ઊંડા ઉતરતા રહ્યા. આત્મા અને પરમાત્માની ગહનતાને  સમજવામાં ઘણા અંશે સફળ રહ્યા. જીવનમાં વ્યાપેલી શુન્યતામાંથી તમારી જાતનું નવું સર્જન થયું. શું આ બધું વરસાદ અને કુદરત સાથેનાં સાનિધ્યથી જ શકય થયું? 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ