વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગંગા ડોશી

        વરસાદનું એટલું જોર હતું કે આખું ગામ ડૂબી જશે એમ લાગતું હતું. ડેમમાંથી પાણી પણ છોડવામાં આવ્યું હતું. આખા ગામમાં હાહાકાર મચી રહ્યો હતો. ગામ છોડીને જવું તો ક્યાં જવું? ધીમે ધીમે બધાં ઘરને ડૂબતું છોડીને ટેકરીઓ પર જવા લાગ્યા. વરસાદ રોકાવાનું નામ લે એમ ન હતો. આખું ગામ ખાલી જેવું થઇ ગયું. ગંગા ડોશી ઘરમાં જ બેસી રહી હતી. બાજુવાળી રતનીએ કહ્યું:"માજી, હાલો હું હાથ પકડું. અમારી સાથે ચાલો..."

        ગંગા ડોશી કહે:"તમતમારે નીકળો. હું અહીં જ રહીશ."

        રતની કહે:"માજી, હાથે કરીને મોતના મોંમાં શું કામ જાવું?"

        ગંગા ડોશીએ ઉપરની તરફ આંગળી ચિંધી કહ્યું:"એ મારી સાથે છે..."

        અને ગંગા ડોશી ના આવ્યા.

        વરસાદ ધીમો પડયા પછી ગામમાંથી પાણી ઉતર્યા. બધાં પોતપોતાના ઘરે આવ્યા. રતનીએ પોતાના ઘર પહેલાં ગંગા ડોશીને ત્યાં ડોકિયું કર્યું. તેમની લાશ પડી હતી. તેમના હાથમાં ભગવાનનો ફોટો હતો.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ