વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખોવાઈ રહ્યું છે!

વ્હાલથી કોતરેલું એના હૈયા પર,

એ નામ મારું હવે ભૂંસાઈ રહ્યું છે!

ડચકા ખાતુ લાગણીનું શહેર,

સ્મરણોની શેરીમાં ખોવાઈ રહ્યું છે!


કૂવા કાંઠે તરસ્યું એક ઝાડ,

પાણિયારી વાટે કોરું કણસી રહ્યું છે!

ભીંત ફાડીને ફૂટ્યું'તુ પ્રેમનું અંકુર,

વ્હાલ વિના જો કેવું કરમાઈ રહ્યુ છે!


પંખીની પાંખમાં ફડફડતું ચોમાસુ,

આંખે વાદળ નિરાશાનું ઘેરાઈ રહ્યું છે!

હૃદય બન્યું બળબળતો બરફ,

આંખેથી ધોધમાર ઓગળી રહ્યું છે!


આંખે ચોમાસુ અને હૈયે ઉનાળો,

શીત શિયાળાને અંતર ઝંખી રહ્યું છે !

ડચકા ખાતુ લાગણીનું શહેર,

શું ભૂતકાળની શેરીમાં ખોવાઈ ગયું છે?




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ