વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જોડી

સુલેખા આલેખાને બજારમાં લઇ ગઇ. સુલેખા એ આલેખને પુછ્યું, રસ્તા પર ચાલતા ચાલતા જ "શું અપાવું બેટા તને !?" આલેખા તેની કાલી ઘેલી ભાષામાં બોલી. જે ફક્ત ને ફક્ત એક માઁ જ સમજી શકે, " તારી પથનનુ તને દમે ઈઇ" સુલેખાને કંઈ જ સમજાતું નહોતું કે શું લઈ આપવું. પણ કહેવાય છે કે માઁ ભણેલ હોય કે અભણ હોય સંસારનું બધું જ્ઞાન માઁ પાસેથી જ મળે છે.

       આલેખા નાની હતી, પણ સમજણમાં મોટા ને પાછા પાડે એવી સાનમાં સમજદાર આલેખા આશરે બે વર્ષની માંડ હશે પણ હોંશિયાર ચાર વર્ષના બાળક કરતાં પણ વધારે ગાલ પર તલ ને વાંકડિયા વાળ અને ગોળમટોળ ચહેરો આકર્ષણનું કેન્દ્ર હોય એવી લટક મટક ચાલ. નાનકડી આલેખા એની નાની નાની ડગલી માંડી ચાલી રહી હતી, એનાં નાનકડા હાથથી સુલેખાની આંગળી પકડી રાખી હતી.

       એક જ્વેલરીની દુકાન તરફ આગળ વધી, બંને દુકાનમાં પ્રવેશી. પ્રવેશતાની સાથે જ સોની બોલ્યા શું બતાવું !? સુલેખાએ આલેખાને સ્ટૂલ પર બેસાડી. સુલેખાએ સોની તરફ જોયું, સોનીની અને આલેખાની આંખ ચાર થાય તે પહેલાં જ સુલેખાએ નજર ફેરવી નાખી.

       સોનીએ ફરી થી પુછ્યું શું બતાવું !? સુલેખા થોડું વિચારીને બોલી ઝાં...ઝાંઝરી

       સોનીએ જાતજાતની ભાતભાતની ઝાંઝરી બતાવવા માંડી. સોનીએ આદત મુજબ ઝાંઝરી બતાવતા કહ્યું, જુઓ આ માપ બરાબર છે!? સુલેખાએ આલેખાના પગમાં માપીને કહ્યું હાં ચાલશે‌. સોનીએ,એ સાઇઝ ની બતાવતા કહ્યું જુઓ આ, સરસ લાગશે બેબી ને, સુલેખા એ આલેખા એક પગ માં પહેરાવી પછી બીજા પગમાં પહેરાવવા જાય છે તો આલેખાં એ પગ પાછો ખેંચી લીધો.

       ના પાડતી હોય તેમ એનો પગ ખેચી લીધો...સુલેખા ને થોડો ગુસ્સો આવ્યો કે આલેખા આવું કેમ કરી રહી હશે.!?

       આલેખા સુલેખા ને કંઈ સમજાવી રહી હોય એમ સુલેખા ના પગ સામે જોઈ રહી હતી.

     

સુલેખા પોતાના બંને સાંકળા એક પગ માં જ પહેરેલા હતા.

       એ જોઈને એને યાદ આવી ગયું કે,

      

         જાણે કાલની જ વાત હોય બધા મિત્રો કેન્ટીન માં બેઠાં બેઠાં મસ્તી કરી રહ્યા હતા આ બધું જાણે એની આંખોની સામે હોય એવું દ્રશ્ય ખડું થઇ ગયું. સમીર.... સમીર હવા કા  ઝોંકા....જેવું નામ એવા જ ગુણ છોકરી અને પ્રેમ તેના માટે રમકડું. કહેવાય છે ને કે ખરાબ સમયમાં માણસ સારો અને સારા સમયમાં માણસ ખરાબ વ્યક્તિ બની શકે છે તેવી રીતે સમીરને પણ તેના પૈસા નું અભિમાન હતું.

         સુલેખા...... સમીરે જોરથી બૂમ પાડી સુલેખા સમીર ને બરાબર જાણતી ન હતી. એ તો સમીર ને જોઈને જોતી રહી જાણે, એને તો શરીર માં અલગ જ કંપારી થવા લાગી. જાણે દુનિયાની 8 અજાયબી જડી હોય એમ મંત્રમુગ્ધ બની ગઈ. સમીરે તેના ખભા પકડી હસમસવી સુલેખા સ્વસ્થ થતા નીચે જોઈને શરમાઈ... પોતાના બંને હાથ આંખો ઉપર રાખીને આંગળીઓ વચ્ચેથી ધીમેથી સમીર તરફ ઝીણી નજરે જોયું ને આંખો મીચી ગઈ. "ચાલો હવે" સમીર બોલ્યો સુલેખા નો હાથ પકડતા, જાણે દુનિયાની બધી જ ખુશી મળી ગઈ હોય તેમ સુલેખા તો સમીરની સાથે ઊડવા લાગી. સમીર રોજ લોંગ ડ્રાઈવ પર લઈ જાય. સુલેખા સ્વભાવે ભોળી અને સુશીલ હતી. બેરહેમ દુનિયાથી અજાણ હતી.

        બસ એને એવું જ લાગતું કે સમીર એને ખૂબ ચાહે છે. જાણે કે સમીર ની દુનિયા એ જ છે. તેની દુનિયા ફક્ત સમીર.

         એક દિવસ સમીર તેના માટે ગિફ્ટ લાવ્યો, આ જોઈને તો લાગવા લાગ્યું કે સમીર માટે એ જ તેની જિંદગી છે. સમીરે બોક્સ આપતા કહ્યું, સુલેખા તો એને ભેટી પડી. લે જો તો ખરી ગિફ્ટ.

         સારું ચાલ આંખો બંધ કરી દે, હું જ પહેરાવી દઉ, સુલેખા ફરી સમીરને ભેટી પડી.

         સુલેખા નો પગ તેના ઘૂંટણ પર મુકતા અરે... અરે મારા પગ .... છોડો, "લાવ હું જ પહેરાવી લઉં" સુલેખા બોલી

         સમીરના હાથમાંથી લઈ લેતા બોલી.અને બંને પાયલ એક જ પગમાં પહેરી લીધી.

         સમીર કંઈ સમજ્યો નહીં તેણે કહ્યું શું કરે છે તું પાગલ છે બંને પાયલ એક જ પગમાં એકી શ્વાસે બોલી ઉઠ્યો,

         સુલેખા એ સમીરને હાથ પકડી કહ્યું જોડીને જુદા ના પડાય પણ સમીર તો હવાની જેમ ફરતુ માણસ થોડા દિવસ પછી નવું પક્ષી નવી લીલા તેને મન તો છોકરીઓ ફૂલ. કરમાઇ ને નવું તેમ.

          હાઈ આરજુ, સમીર પાછળથી આંખો આડા હાથ રાખીને બોલ્યો, કહી દે તો કોણ !? આરજુ તુરંત જ બોલી આખી કોલેજને ખબર છે તારા લક્ષણો હોં. સીવાય કે તારી પાછળ પાગલ સુલેખા,

          સુલેખા આ બધું સાંભળી સ્તબ્ધ રહી ગઈ. સુલેખાને સમજાય ગયું કે તેની સાથે દગો બેવફાઈ શું કંઈ જ સમજાતું નહતું. કારણ કે સુલેખાએ તો સાચો પ્રેમ કર્યો હતો. સાચો પ્રેમ ટૂટેને ત્યાં આવાજ નથી આવતો. સમીર તો રમત રમી રહ્યો હતો. સુલેખાને ધીમે ધીમે સમીરની હકીકત સામે આવવા માંડી તેને સમીરના મુખોટા પાછળનો અસલી ચહેરો દેખાયો. દુનિયાને દોરંગી સમીરની સમજણ પડી ગઈ હતી. સમીરને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બધું વ્યર્થ હતું. સુલેખાને આ બધી ખબર પડી ને કોલેજ જવાનું બંધ.

         

       અચાનક કાર ટકરાયાનો અવાજ આવ્યો, સુલેખા જાગૃત થઈ ઉંઘ માંથી નહીં પરંતુ ભૂતકાળ માંથી.

       સુલેખા તેનાં પરિવાર સાથે ખૂબ ખુશ હતી, પરિવાર પણ સુલેખા થી ખૂબ જ ખુશ હતાં

       સુલેખા એવું માનતી હતી કે જે "જોડી" હોય તેને ક્યારેય જુદા ન જ પડાય.


            આલેખા ને પણ એમણે એક જ પગ માં બંને ઝાઝરી  પહેરાવી આ જોઈને જાણે સોની સ્તબ્ધ થઇ ગયો

            બસ સુલેખા એક જ વખત સોની સામે જોઈ પૈસા ચૂકવી ફટાફટ દુકાન ની બહાર નીકળી ગઈ

            સોની એ તરફ એકીટશે જોઈ રહ્યો.

            જ્યાં સુધી એ માં-દીકરી અદ્રશ્ય થયા ત્યાં સુધી.......

            સોની બીજું કોઈ નહિ પણ સમીર જ હતો... સમીરને પણ ભૂતકાળ યાદ આવી ગયો

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ