વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એમ થાય આ ચોમાસે એવું કરું...

એમ થાય આ ચોમાસે એવું કરું!


સોશ્યિલ ડિસ્ટન્સ પર રહેલા ,

વાદળાને બાથમાં ભરું !

ઓલી વેક્સીનેટેડ વીજળીને,

લૉકડાઉન ગજાવવા નોતરું

એમ થાય આ ચોમાસે એવું કરું!


આ વરસે, કેટલીય પાંપણેથી ખર્યા આંસુડાને,

છીપલામાં સંતાડી, મોતી કરું!

હોય જો કયાંક બચપણ નોધારું,

એની નાવડીને સરકવા પાણી ભરું !

...એમ થાય આ ચોમાસે એવું કરું!


બેરંગ થયેલ પાલવના છેડે,

મેઘધનુષની રંગોળી ચીતરું!

સૂના કોઈ હૈયાની પાંગતે બેસીને,

થનગનતા મોરલાનાં ટહુકા ધરું!

...એમ થાય આ ચોમાસે એવું કરું!


ખખડેલી કાયાનાં બુજાયેલ કોડિયામાં,

વહાલપની વીજળીનો ઝબકારો કરું  

પાન ને પાંખના ટેરવેથી સરકીને 

તૃષાર્ત કણ કણમાં લીલપ ભરું !

...એમ થાય આ ચોમાસે એવું કરું!


કહીદો ઓલ્યા મેહુલાને વાંછટ નહીં ચાલે આ વખતે,

વરસાવવું પડશે વહાલ અદકેરું !

વેદનાની વાદળીમાં હાસ્યનું જળ ભરું

આંસુ સ્મિતનો હિસાબ એમ સરભર કરું !

...એમ થાય આ ચોમાસે એવું કરું!


એમ થાય આ ચોમાસે એવું કરું!




















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ