વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તડપ

પવન ઓગળી ગયો પળભરમાં

ગરમીએ કર્યા હાલ બેહાલ

સૂરજ સંતાયો વાદળી પાછળ

અંધારું ચોમેર થયું

પંખી, પશુ, લોક વળ્યા ઘર ભણી

વાણીયાઓની ઊડાઊડ

ચાતક મોં ફાડી બેઠું

અગાશી પર એક સુંદરી આંખ માંડીને બેઠી

રણની આંખો ભરાઈ આવી ખુશીના અશ્રુએ

વાદળરાજ આવી ચડ્યો,

સંગે વર્ષારાણી લઈને

પાછળ પાછળ વાદળ ધણ,

ધસમસતું આવતું

સુંદરી, ચાતક, રણની આંખોમાં આવી ચમક

મીઠું હસ્યાં સહુ

પણ...

રાજ રાણી સંગે

સહુની નજર સમક્ષથી પસાર થઈ ગયા

સહુ

"દરરોજની માફક

ઉદાસીનતાથી જોઈ રહ્યા"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ