વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદોનું આવાગમન...


વરસાદી વાયરા સંગ ટપ ટપ બૂંદોનું ભીનું ભીનું આગમન,

પ્રણય રસમાં ભીંજાયેલા તનમનમાં જાગ્યું મઘમઘતું સ્પંદન !



ભીની માટીની મહેંક સંગ મહેંકી ઉઠ્યા હર શ્વાસોશ્વાસ,

તારી યાદોના આવાગમનમાં ચહેંકે કેવો મધુર આ અહેસાસ !


મેઘાની બુંદ બુંદ સંગ ભીતરના કમાડે થયો કઈંક અનોખો સળવળાટ,

બની સમંદર લાગણીઓનું ઉમટયું ઘોડાપુર, કેવો અનેરો આ પ્રીતનો ઝળહળાટ !


વરસાદી નીર સંગ નયનોનાં નીરે માઝા મૂકી છેડી અધૂરી દાસ્તાન,

હૈયાની હાટડીમાં કેદ થયેલા શમણાંઓના હાહાકારથી ધ્રૂજે અંતરમન !


ઝરમર ઝરમર ફોરાં સંગ ખુદને ઉલેચી ઉલેચી ઝંખું હું થવા તુજમાં એકાકાર,

આસમાનના મેઘધનુષી રંગોમાં નવા તરંગો ભરી થઈ હું તુજ પ્રેમથી તરબતર !


ગગનના વીજ ચમકારા સંગ હૈયાનો ધબકતો ધબકાર,

ભીની ચૂનર લહેરાઈ એવી કે સુતેલા અરમાનોએ વીંધી મને આરપાર !


8/7/2021




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ