વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચિતચોર

એ સાવ અજાણ્યો હતો!. ના ના, એ તો સાવ જાણીતો હતો. એના આંખોનાં પલકારામાં મને નીરખવાની તાલાવેલી દેખાઈ રહી હતી. તો પછી એ અજાણ્યો કઈ રીતે હોય શકે? એની માંજરી આંખોમાં શામાટે હું ડૂબી રહી હતી. કેમ! એ મને પોતીકા હોવાનો અહેસાસ આપી રહ્યો હતો. 


   

      રોજ એ મારી પહેલા બસસ્ટોપ પર આવી ઊભો રહી જતો. હું એને ત્રાસી નજરે જોઈ લેતી.એ  ચિત્તચોર બની મારા ચિતને ચોરવા માટે જ જાણે ઊભો હતો.  આમતો જાણે કેટલોય વખત નજરથી નજર મેળવી અમે વાતો કરી લીધી હતી.


            અમને વાતો કરવામાં શબ્દોની ક્યાં જરૂર હતી. અમારી વાતો તો એક બીજાના ચિતમાં  ઓચિંતી જ ચીતરાય જતી હતી. 


           આ અહેસાસ શું પ્રેમ હોય શકે? હું મારી જાતને પૂછી બેસતી.  ત્યારે મારો એ ચિતચોર  મારા  શરમાઈને  લાલ થયેલા ગાલને એની મનમોહક મુસ્કાનથી વધારે લાલ કરી નાખતો.


          એરે ઊભો રહે!!! મારી વાત ક્યાં પૂરી થઈ છે.  મને કહેવા તો દે. જુઓને આ સમય ક્યાં ઊભો રહે છે. એતો એની તેજ  ગતિમાં મારા એ ચિતચોરને લઈને આગળ ચાલતો થયો.



        પરંતુ આજે તો હું પણ હઠ પકડી બેસી ગઈ. હું ક્યાં સુધી જોયા કરીશ એને. એ મને સામેથી એના મનની વાત નહિ કરે ત્યાં સુધી હું તેની સામે પણ આજે નહિ જોવ. " એવું તે થોડું કરાય. એ તો તારો ચીતચોર છે. તું એની આંખોને નિહાળ્યા વગર કેમ રહી શકીશ." મારી જાત સાથે મને વાતો કરતા ફાવી ગયું. એ મને આમજ સમજાવતી રહેતી.


     "  પરંતુ હું તો ભારે હઠીલી , આજે તો એ નહિ બોલે ત્યાં સુધી હું એની સામે નહિ જોવ. મારે હવે મારા ચીતચોરને પુરેપુરો પામી લેવો હતો. રોજની જેમ હું બસસ્ટોપ પર આવી ઊભી રહી ગઈ.


    બસનો આવવાનો સમય થઈ ગયો. પરંતુ કેમ આજે એ નાં દેખાયો. રોજ તો એ મારી પહેલા આવીને ઊભી જતો. મને કેવો એની એક પ્રેમ ભરી નજરેથી  હૈયાના હરેક ખૂણાને એના પ્રેમરસથી તરબોળ કરી મુકતો હતો.


         એ આજે નાં આવ્યો.  પરંતુ મારી બસ આવી ગઈ. હું બસની સીટમાં બેઠી બેઠી પાછું ફરીને બસની બહાર જોઇ રહી હતી. એ ક્યાંય નાં દેખાયો. " ક્યાં ગયો હશે! શું એ મારાથી નારાજ હશે? મે હઠ જો પકડી હતી. એની સામે ન જોવાની. એટલે શું એ મારાથી નારાજ થઈ ગયો હશે? " હું આવા કેટલાય સવાલોને મગજમાં ભરી બસમાંથી બહાર નીકળી.


          આમને આમ કેટલાય દિવસો વીતી ગયા. આ સમય  જુઓને મારા એ ચિતચોરને ન જાણે ક્યાં મૂકી આવ્યો!  બહુ રાહ જોઈ. કેટલાયે દિવસો સુધી , નાં નાં, કેટલાયે મહિનાઓ સુધી. એ મને ક્યાંય નાં દેખાયો. મારી આંખો હવે એને જોવા તડપી રહી હતી. મારો એ ચિતચોર મારાથી નારાજ થઈ ક્યાંક છુપાઈ ગયો લાગે છે. એવું તો નાં જ બની શકે. આ  ખારિલો સમય જ એને મારાથી ક્યાંક દૂર લઈ ગયો.


      ખરેખર આ સમય જ એને મારાથી દૂર લઈ ગયો . બાકી ચિતચોર મારાથી દૂર નાં જ રહી શકે.

મને યાદ છે. જ્યારે અમે એક સાથે બસમાં બેઠા હતા. એ મારી સામેની સીટ પર બેઠો હતો. ના ના એ ખાલી બેઠો નહતો. એ તો મને એની માંજરી આંખોથી મનભરી નીરખી રહ્યો હતો. એવામાં બસમાં જોરદાર ધમાકો સંભળાયો.


       " શું હતું એ! શેનો હતો એ ધમાકો. "  મારો ચિતચોર મારા ખોળામાં માથું રાખી ઠળી પડ્યો હતો. અને હું પણ એના માથાં પર મારું માથું રાખીને એના સ્પર્શને અંતર સુધી અનુભવી રહી હતી. કેવો મધુરો હતો એનો સ્પર્શ. આખા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ.


           " અરે!!તું મને ક્યાં લઇ જઇ રહ્યો છો.મારી વાત તો પૂરી કરી લેવા દે!" આ સમય જરાય ઊભો નથી રહેતો. જુઓને મને ફરી પાછો મારા ચિતચોરથી દૂર ક્યાંક લઇ જઇ રહ્યો છે. ક્યાં લઇ જાય છે. સમય મને. " હાલ આવું તારી સાથે" હું સમયનો હાથ પકડી ફરી એની સાથે ચાલી નીકળી. સમય મને ફરીથી એ જ બસસ્ટોપ પર લઇ આવ્યો. જ્યાં હું ને મારો ચિતચોર મળતા હતા.


         મારા હવામાં ઉડી રહેલા શરીરે , એરે !!! ના શરીર થોડું હવામાં ઉડે. પરંતુ હું તો ઉડતી હતી. મારા એ અજાણ્યા ચિતચોરને જોવા માટે. એને પામવા માટે, એની રાહ જોઈ રહી હતી. પરંતુ આ સમય એને  મારાથી દૂર ક્યાંક પોતાની સાથે લઈ ગયો.  અને હું આજે પણ  બસસ્ટોપ પર એની માંજરી આંખોને શોધી રહી છું.



                દિવ્યા જાદવ. કેશોદ

         

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ