વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લવનો ફિયાસ્કો

          વરસાદ વરસ્યા બાદ વાતાવરણ આખું ખીલી ઉઠ્યું હતું. ભીની ભીની માટીની સુગંધ, ખીલી ઊઠેલા નવા રંગબેરંગી ફૂલો, ચારેતરફ ઉગી નીકળેલી હરિયાળી, ઉછળકૂદ કરતા દેડકાઓ અને તેમના ડ્રાઉં ડ્રાઉંના અવાજ, વરસેલા વરસાદના પડેલાં ટીપાઓ પોતાના પીછાંઓ પરથી ખંખેરી અને કળા કરી ટહુકતો મોરલીયો કોઈપણનું મન મોહી લેવા પૂરતાં હતાં.


           આકાશમાં નીકળેલા ઇન્દ્રધનુષના રંગોમાં રંગાયેલા પ્રેમી પંખીડાઓ બાગ-બગીચાઓમાં એકબીજાની ચાંચમાં ચાંચ પરોવીને બેઠાં હતાં.


            કરસન પણ ગામડેથી આજે જ શહેરમાં આવેલી પોતાની કમલીને વર્ષાઋતુની મોજ માણવા બાજુમાં આવેલા પાર્કમાં લઈ ગયો. સુતરફેણીનો સ્વાદ ચખાડીને બંને બેઠાં હતાં ત્યાં એક આઈસ્ક્રીમ🍦વાળો નીકળ્યો. કમલીએ જીદ કરી તો કરસને આઇસક્રીમ ખરીદી અને કોઈ અંગ્રેજી ફિલ્મનો હીરો પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતો હોય એવી રીતે કરસન પણ પોતાના ઘૂંટણ ઉપર બેસીને હાથમાં આઇસક્રીમનો છેડો પકડીને કમલી તરફ લાંબો કર્યો અને બોલ્યો,

    

      "કમલી, જેમ આઈસ્ક્રીમ આખી ઓગળે છે ત્યાં સુધી પોતાનો સ્વાદ ટકાવી રાખે છે, તેમ તું પણ જ્યાં સુધી હું ચિતામાં ઓગળી ન જાઉં ત્યાં સુધી મારો સાથ આપીશ?"


           કમલીએ હરખઘેલી થઈને હાથ લાંબો કર્યો અને મોઢામાંથી કંઈપણ બોલે એ પહેલાં જ પૂરની ઝડપે એક ગાડી આવી અને બાજુના ખાબોચિયામાં પડેલ કીચડનો લોંદો કમલીના ચહેરા અને આઈસક્રીમ બંને ઉપર...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ