વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લેપટોપ

               એ લેપટોપમાં એણે પાડેલ નિરાવરણ, નિષ્પ્રાણ સ્ત્રીસૌંદર્યના ફોટાઓનો રસ પી રહ્યો હતો. ત્યાજ લેપટોપમાંથી એક હાથ નિક્ળયો અને તેનું ગળુ દબાવવા લાગ્યો. લેપટોપ છોડી તે બન્ને હાથોથી પકડ છોડાવવા મથી રહ્યો. પરંતું હાથની પકડ એટલી મજબૂત હતી કે ધીરે ધીરે તેનું પ્રાણતત્વ નામશેષ કરી રહી હતી. તેને લેપટોપમાં પાડેલ ફોટા અને તેને સંબંધીત ઘટના યાદ આવી રહી.

               "સુમસામ સડક, વરસતો વરસાદ, એકલી ભીંજાયેલી યુવતી, ભિંજાયેલા વસ્ત્રોની આરપાર દેખાતું સૌંદર્ય, લિફ્ટ માટે આજીજી, તેના મનમાં સવાર થયેલો શેતાન, અવાવરુ જગ્યાએ લઈ જઈ કરેલું દુશ્કર્મ, પાપને છુપાવવા ગળું દાબી કરેલી હત્યા, નિરાવરણ, નિષ્પ્રાણ દેહના સૌંદર્યનું ફોટોમાં કેદ કરવું. અને લાશનો પાછળની ગાઢ ઝાડીમાં નિકાલ."

               અચાનક એને લાગ્યું એનું ગળું દબાવી રહેલા હાથ એના પોતાના જ છે.

✍ પ્રકાશ પટેલ "સાત્ત્વિક"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ