વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું લાવે છે.

જ્યારે જ્યારે તું આવે છે,

એની યાદોની વણઝાર લાવે છે,

તને કેવી રીતે પડેછે ખબર કે

ગરમ દાળવડાં સાથે એની યાદ મને ભાવે છે....


હું લાવતી છત્રી અને છતાં પલળતી એને સંગ,

અમે રમતાં હોળી એકબીજા પર છાંટી પોતાનો રંગ ,

હજુ આજે પણ ફોરાં જયારે મનને રમાડે છે

રંગ એનો વધુ ઘેરો થઈ યાદ લાવે છે..


એની સાથે વરસાદમાં પલળતાં

માતૃત્વ અને ભાર્થા  સાથે બનતા

પોતાની જ અપેક્ષાઓથી હારી જતી ક્યારેક

ત્યારે એનાં સ્પર્શથી મળેલ ઉત્સાહ યાદ આવે છે...



જેમ હોય છે મોસમ એક વર્ષમાં

એમ હોય મોસમ જીવનમાં

એટલેજ મારા જીવનની પતઝડમાં

તારા પ્રેમનાં વરસાદની યાદ સતાવે છે..


વારે વારે લપસી જતું આંસુ

રોકાઈ રહે છે આંખમાં હવે ખાસ્સું

હજુ પણ યાદ કરી તને ક્યારેક

ફોરાં સાથે ભળી વરસાદ બનાવે છે...


આકાશ તો સ્વચ્છ થઈ જાય છે પણ

મનનાં આકાશે ડોકાય છે એક જણ

કેમે કરી પછી એ છુપાતુ નથી

અને મનને આગણીએ ઘાવ તાજાં થાય છે...



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ