વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચીની વહુ

"મમ્મી,હું આવું છું અને સાથે એક સરપ્રાઇઝ પણ છે ..તારા માટે."

"બોલ બોલ શું..લાવવાનો છે.??..ગઇ વખતની જેમ મુંબઈની સાડી કે સ્વેટર.."

"આ વખતે કાંઇક અલગ જ છે.તને ઝટકો લાગી જશે,પણ ગમશે હો..!"

માં-દિકરાની વાતચીતની વચ્ચે સ્પીકર પર રાખેલા ફોનમાં મનોજ ભાઈ બોલ્યા,

"તો તો આજે જ આવ બે આવી ગયા છે એટ્લે ત્રીજો આવે એટ્લે પુરુ....!!"

ખીજાઇને રમાબેન એ ફોન લઈ લીધો અને બોલ્યા,

"ભોલ્યા,મારે તો તું આવે એટ્લે બધાં સપ્રાઇઝ  જ છે...જલદી આવજે...જય શ્રી કૃષણ...."

ફોન મુકીને મનોજભાઈ અને રમાબેન હીંચકામાં બેઠા બેઠા જૂની વાતો યાદ કરવા લાગ્યા.

"તમને કહું ..ભોલ્યાનાં પપ્પા,કેવડો મોટો થઈ ગયો છે.આપડો દિકરો.પેહલા આપણે તેને વસ્તુ લઈ આપવી પડતી હવે તો એ કેવું બધુ લાવે છે.કેટલો સંસ્કારી છે..મા-બાપનું માને.હવે આપણે તેનાં માટે ડાહીને સંસ્કારી છોકરી શોધવી જોઈએ..હલો જરાક બાપ છુંઓ....!!"

આખો હીંચકો હલી જાય એમ હલીને મનોજ ભાઈ કહે...,""લે બસ હું હલ્યો એમાં તુ'ય હલી....!"

"મજાકની વાત નથી.ગોર દાદાને કયો છોકરી ધ્યાનમાં રાખે"..

"હા....પણ રમા તેં આપણાં દિકરાની પસંદ જાણી..એને શું ગમે ,એને કોઈ પસંદ હશે તો...!"

"'નાં હો મારો દિકરો મારી પસંદ સાથે જ પરણશે..."

થોડા દિવસ પછી.....

"આજે મારો ભૉલ્યો આવવાનો છે...ઉઠો...."
"પણ સવારનાં 4 વાગ્યા છે ..રમા અને એ બપોરે 2 વાગ્યે આવવાનો.."

"તો પણ વહેલા ઉઠો અને તૈયાર થઈ જાઓ.."

આખી શેરીમાં અને આખા ગામમાં કહી દીધું,'આજ પૂરા એક વર્ષે મારો ભૉલ્યો આવે છે.'

   આરતીની થાળી લઇને રમાબેન આવ્યા.પાર્થ બેગ લઇને ઉભો.તેની આરતી ઉતારી બોલ્યા,

"મારો દિકરો આવી ગયો... લાવ મારી સાડી."

"મમ્મી આ વખતે સાડી નહીં પણ તારી લાડી લાવ્યો છું."

" હે......મજાક કરે ને ભૉલ્યા..."

"નાં-નાં મોમ તું અંદર આવ મારે તને એક વાત કહેવી.અને પેહલા શેરીની લેડીસ ને બ્હાર મોકલ "

"પણ કેમ...?"

"મોમ જો આવી તારી વહુ.."

"પણ આ તો ચીની છે."

"મોમ....નોટ ચીની..."

"તું પેહલા મોમ કેહવાનું બંધ કર મમ્મીમાંથી મોમ....અને તું તો મુંબઇ નોકરી કરતો હતો.ચીન ક્યારે જઇ આવ્યો.?..હે ભગવાન આ શું..?.તુ મજાક કરે ને.!"

"નાં મોમ sorry મમ્મી, એ તારી વહુ જ છે..પેહલા અંદર આવવા દે આરતી ઉતારવી હોય તો ઉતાર."

આરતીની થાળી ફેંકી દીધી.બધી શેરીની સ્ત્રીઓને બહાર કાઢી બારણું બઁધ કર્યું,
"મારે કોઈ આરતી નથી ઉતારવી અને ભૉલ્યા ....આ બધુ શું..છે?ભૉલ્યાનાં પપ્પા તમે કાંઈક તો બોલો..હે મારા ભગવાન આ શું થઈ ગયું".

"મોમ લીસન આ દ્રામાં બઁધ કર.તું  સમજ અમે એકબીજાને પસંદ કરીએ છીએ...we love each other..."

"લવ બવઃ રેહવા દે,તને બીજુ કોઈનાં મળ્યું કે તું ચીન ગયો....પરણવા....!તને ક્યાં આ મળી..?.તને ખબર છે..આપણાં દેશમાં ચીનની વસ્તુ પર પ્રતિબંધ છે...અને હું  કેટલી દેશની વસ્તુ જ વાપરવાની આગ્રહી છું.... હું ઘરમાં રમકડાં પણ ચીનનાં તારા માટે નથી લાવી અને તું સીધો છોકરી લઇ આવયો..?....હે ભગવાન...."માથે હાથ દઇ રમાબેન સોફા પર બેસી ગયા

"ડોકટર બોલવું....ઝટકો લાગ્યો હોય તો..ત્રીજો છે ને એટ્લે ..!.મનોજભાઈ એ રમાબેન ની મજાક કરી.

.શંકરભગવાનનું ત્રીજું નેત્ર ખુલે અને જે હાવભાવ હોય એમ રમાબેન એ મનોજ ભાઈ સામું જોઇ ને કહ્યુ,
"હાથ માથા પર છે....છાતીએ રાખું ને ત્યારે ડૉક્ટર બોલાવજ઼ો"

"મોમ તારું ભાષણ પુરુ થઈ ગ્યું હોય તો હું કાંઇક બોલું...

"પેહલા મોમ કહેવાનું બંધ કર.."

"ok મમ્મી ,તો સાંભળ..આ ચીની નથી.આનું નામ ટૉકોમ છે.એ નાગાલેન્ડની છે.જે આપણાં જ દેશનું છે.ઈસ્ટ ઇન્ડિયામાં આવેલુ એક રાજય છે..તને સમજાય છે .આ ભારતની જ છે...."

"ક્યાં મળી તને...??"

"અમે સાથે જ કંપની મા કામ કરીયે છીએ."

"કેટલો સમય થયો લગ્ન ને.?"
"અમે લગ્ન નથી કર્યા."
""હાશ.....તો તો હજી કાઈ મગ-ચોખા નથી ભળ્યા...તુંઆ ચીનીને એનાં દેશ મુકી આવ.."રમાબેન ખુશ થઈને ઉભા જ થઈ ગયા..

"મોમ નોટ ચીની જો એનું આધારકાર્ડ.મને ખબર જ હતી આ પ્રશ્ન થાશે....બાય ધી વે અમે લગ્ન નથી કર્યા ..પણ છેલ્લા 6 મહિના થી લિવ ઇન રિલેશનમાં રહીએ છીએ...."

રમાબેનને તો ચક્કર જ આવી ગયા.ને સોફા પર ધડામ કરતા પડી જ ગયા.

"બોલાવું ડૉક્ટર .."મનોજભાઈ એ બળતામાં ઘી હૉમ્યુ.

"અરે ...ભૉલ્યાનાં પપ્પા ડૉક્ટર નહીં પણ જમરાજ બોલાવો."રડતા રડતા રમાબેન બોલ્યા.

"મોમ ,પ્લીઝ સમજ મને ટૉકોમ બહૂ ગમે છે.તારી વહુ થઈને રેહશે.તારું બધુ કામ કરશે.પ્લીઝ અમને સ્વીકારી લે ને...એને બધુ આવડે છે..."

"પાર્થ ...એને ગાય દોંહતા આવડે...."?તુંકહે ને બધુ આવડે એટ્લે"મનોજ ભાઈએ કટાક્ષ કાર્યો.

"પપ્પા,આપણે રાતે મળીએ...મમ્મી ને મનાવવા દો..."

"ભૉલ્યા તું એને તેનાં ગામ મુકી આવ.એનાં રાજયનું નામ લેતા પણ મને શરમ આવે.અને એનું નામ પણ કેવું વિચિત્ર.....નગ્લેંડ ....અને એનાં જીન્સ ટોપનાં કપડા...બાપ્પા"
રમાબેનની વાતમાં ટેનશન હતુઁ.

સાંજ સુધી ચર્ચા ચાલી.બધાં પોતાના રૂમમા ફ્રેશ થવા લાગ્યા.જમવામાં બધાં ભેગા થયાં.રમાબેન એ જેમ તેમ રસોઈ બનાવી.ત્રણે સાથે જમવા બેઠા.ચુપ ચાપ કોઈ કાઈ બોલે નહીં..પાર્થ અને મનોજભાઈ બેઠા પણ ટૉકોમનાં આવી ...એની રૂમ ઉપર હતી.

"પાર્થ....બેટા ...ટૉકોમને બોલાવ ...એને ભુખ નથી લાગી."મનોજભાઈ એ વાત ની શરૂવાત કરી.

"મમ્મી ગુસ્સામાં છેએટ્લે બીકમાં ના આવી..."

"ભૉલ્યા...હું શેરીનાં કૂતરા ને પણ ભૂખ્યા નથી જવા દેતી તો આ તો...."
"આપણી વહુ છે.....".મનોજભાઈ વાત કાપતા અધવચ્ચે જ બોલી ગયા....
"બસ હો ...ભૉલ્યા એ લગન નથી કર્યા ...એટ્લે વહુ નથી...માણસ છેઃ એટ્લે બોલાવ..."

"ટાકોં...પ્લીઝ કમ બેબી..."

"પાણીનાં ટાકા ને બોલાવતો હોય ને એવું લાગે..."

"મોમ ગુસ્સો નાં કર..."

ટૉકોમ પણ સાથે જમવા બેસી ગઈ.જમી ને સીધી એનાં રૂમમાં જતી રહી.

"જો ભૉલ્યા જો....એ કાઈ કામ પણ નથી કરતી સીધી એનાં રૂમ મા જતી રહી...અને તું આજે મારી પાસે સૂઈ જજે...અને એ ઉપરનાં રૂમમાં"

પાર્થનાં પરાક્રમ એટલાં મોટા હતાં કે રાતે રમાબેનને નીંદર જ નાં આવી..તો પણ નિત્યક્રમ મુજબ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ને પૂજા કરવા લાગ્યા.ફળિયામાં તુલસીનાં ક્યારે પાણી રેડ્યૂ...ગાય ને ચાંદલો કરી જમણા પગ ની રજ માથે ચડાવી...ગાય દૌહવા બેસી ગયા.

ટૉકોમ ઉપર ટેરેસ પરથી આ બધુ જોતી હતી...કાઈ નાં સમજાયું એટ્લે પાર્થને ફોન કરી ઉપર બોલાવ્યો..પાર્થે બધી વાત સમજાવી.અને ખાસ કીધું કે ,"મમ્મીની સવાર આ જ રીતે થાય."

ગામડું હતું એટ્લે વાત વાયુ વેગે પ્રસરી ગઈ.ગામની બધી સ્ત્રી રમાબેનનાં ઘરે આવી.

"'રમા સાંભળું છે કે..તારો ભૉલ્યા...ચીનથી છોકરી ભગાડી લાવ્યો."કાન્તાબેન

"ઈ તો મુંબઈ હતો ને ચીન કેદી જઇ આવ્યો"શાંતાબેન

"અમે તો ઇમ પણ સાંભળ્યું કે...એને લગન નથી કર્યા..અને બેય સાથે રેય...બાપ્પા"ઇન્દુ બેન

રમાબેનનું મોઢું સાવ પડી ગયું.પરિસ્થિતિ જોઇ મનોજભાઈ આવ્યાં અને બધાને સમજાવ્યા કે,
"આ અમારાં ઘરનો પ્રશ્ન છે.અમે સોલ્વ કરીશું..રમાને પણ કાઈ નથી ખબર એટ્લે એને ટેન્શનનાં આપો."
  ઘરની અંદર આવી રમાબેન જોરજોરથી રડવા લાગ્યા."કે જોય લે ભૉલ્યા મારે કેટલું સાંભળવું પડે."

"તું આ પંચાતીડ઼િયૂ...માટે આપણાં દિકરાની ખુશી નથી જોતી..ઓલી છોકરી કાલની આવી એક શબ્દ નથી બોલતી અને તું એની ખુશી કરતા આ બધીંયૂની વાતની ચિંતા છે."મનોજભાઈ એ થોડી ગરમી પકડી."પાર્થ તું થોડો સમય મુંબઈ રહે.અમે થોડા સમય પછી આવીશું....ત્યાં જ આગળ શું  કરવું.?...શું  નિર્ણય લેવો ?એ કહીશું....તમે બન્ને આજે જ નીકળો.."

પાર્થ અને ટૉકોમ બન્ને સામાન પેક કરી નીકળી ગયા.ટૉકોમ એ જતા પેહલા રમાબેન ને પગે લાગી પણ રમાબેને કાઈ જવાબ નાં આપ્યો...એનાં રૂમ મા જતા રહ્યાં.

"તું પાર્થ ચિંતા નાં કર...હું તારી મમ્મીને સમજાવીને મુંબઈ થોડા દિવસમાં આવીએ..ઓકે ..."

બન્નેની ગાડી નીકળી ગયાં પછી રમા બેન એ ફરી એક જ વાત ચાલુ રાખી.,"મારે એ ના જોઈએ કાઈ બોલતી તો નથી....તમે ભૉલ્યા ને પૂછો એ મૂંગી તો નથી ને....છે બહું રૂપાળી પણ આંખો જીણી જીણી.....એનો બાન્ધો એવો છે કે જીન્સ કરતા ડ્રેસ અને સાડી વધું સારી લાગે."

"રમા એ હતી ત્યારે તું વઢ વઢ કરતી હતી અને એનાં ગયા પછી એની જ વાતો કરે છે....પસંદ આવી ગઈ..કે શું??"

"'નાં હો ....ભૉલ્યાની ચિંતા થાય...એટ્લે બીજુ શું તમે ?"

એક અઠવાડિયું તો માંડ નીકળું...પાર્થ અને ટૉકોમની વાતમાં..છેલ્લે કંટાળી ને મનોજભાઈ એ મુંબઈની ટિકિટ બુક કરાવી..મોઢે વાતો એની ....પણ મળવાની નાં.....પરાણે તૈયાર કર્યા... બન્ને ઉપડ્યા મુંબઈ.રાતે 3 વાગ્યે ઘરે પહોંચ્યા પાર્થે દરવાજો ખોલ્યો .રમાબેન એ સીધું જ પુછ્યું,

"ક્યાં...એ?"

"એ તો સૂતી... "

મનોજભાઈની સામું જોઇને રમાબેન બોલ્યા,."જોયું આપણે કેટલા દુરથી આવ્યાં અને મેડમ સુતા.".

"જવા દે ને રમા...રાતનાં 3 વાગ્યા.નોકરી કરે એટ્લે થાકી ગઇ હશે."

"મારો ભૉલ્યો પણ નોકરી કરે ...હો..તોય ઉઠયો ને.!.."

"બન્ને આરામ કરો સવારે વાતો કરીશું"
રાતે થાકી ગયા હતાં એટ્લે સવારે રમાબેનથી વહેલું ના ઉઠાયૂ.સવારે મંદિરની ઘંટડીનો અવાજ આવતાં જ રમાબેન ને બ્હાર આવી ને જોયું તો.,

"ટૉકોમ તેનાં ઘરની આગળની લોનમાં તુલસીનાં ક્યારે પૂજા કરતી હતી.તાંબાના લોટાથી જલભિષેક કર્યા.અને કંકુથી ચાંદલો કર્યો..ત્યાર બાદ એક ગાય બાજુમાં બાંધી હતી એને પણ પગે લાગી... એ પણ સાડી પહેરી ને...!
રમાબેનની આંખો પોહળી થઈ ગઈ.ત્યાં પાર્થ અને મનોજ ભાઈ પણ આવ્યાં,

"ભૉલ્યા આ બધુ શું ...છે.?"

'"મમ્મી તારી વહુ છેલ્લા એક અઠવાડિયાથી મેહનત કરે છે.તને રાજી કરવાની."

"પણ આ બધુ આવ્યું ક્યાંથી મુંબઇમાં..?"

""મમ્મી ...બધુ ઓનલાઇન તારી વહુ એ મંગાવીયૂ...આ તુલસીનો ક્યારો .. તાંબા નો લોટો...પૂજાની થાળી અને ઘંટડી..".

"અને આ ...વાછડૉ પણ ઓનલાઈન".મનોજભાઈ એ હસીને પુછ્યું.

"અરે નાં પપ્પા આ તો સોસાયટીનાં ચોકીદાર ને કીધું..તમારી વહુને એ 2 દિવસ ની મહેનત પછી શોધી લાવ્યા...."

ટૉકોમ આવી ને રમાબેન ને પગે લાગી ને બોલી,"જય શ્રી કૃષ્ણ મમ્મી જી..."

રમાબેન એ ટૉકોમને ગળે જ વળગી પડ્યા,"ચાલો અંદર હવે આજ તો હું નાસ્તો બનાવું.."
""નાં મમ્મી મેં ચા ને થેપલા તૈયાર જ રાખ્યા.."

રમાબેન તો ગળગળા જ થઈ ગયા.અને ટૉકોમ નો હાથ પકડી ને કહે,"ચાલ અંદર....પેહલા સાડી કાઢી ને તને જે ગમે એ કપડા પહેરી લે... બે વાર પડતાં રહી ગઈ છો...પાછી પડીશ તો પગ જ જશે...."
બધાં હસી પડ્યા.....

"બીજુ કાઈ નહીં પણ પાર્થ એક વસ્તુ ઘટે ગાય દોંહતા તેં નાં શીખવ્યું."

"બસ પપ્પા આઈ નો.ગાય ક્યાંય નાં મળી તો આ વાછડો લઇ આવ્યાં....તમને ટૉકોમ કેમ લાગી પપ્પા".

"તેં 6 મહિના પેહલા ફોટો બતાવ્યો ત્યારે જ મને એ તારી ચીની ગમી ગઈ હતી.તારા મમ્મી ને મનાવવાની જ ઉપાધિ હતી"

"બસ હો....એ ચીની નથી."રમાબેન એ અંદર થી બૂમ પાડી ને જવાબ આપ્યો...!!


............written by.......✍️✍️.Nency agravat


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ