વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉપાય

ઉપાય


"ભાભી, ઓણ ટેકરીએ વરહાદની તયૈણ અમાહ ભર. જો તે દારુ ની મેલી દીએ તો મારું નામ નવઘણ ની. હા, તને થોડું અઘરું પડ્યે, પણ એક વખત ચાલું કર, એટલે.." દારૂ પીધેલા પતિનો માર ખાઈને, સુન્ન થઈને બેઠેલી સોનલને તેનાં પતિનો મિત્ર ડૂબતામાં તણખલાં જેવો લાગ્યો.


થાકેલી, કંટાળેલી સોનલ ટેકરી તો શું હિમાલય સર કરવા તૈયાર થઈ ગઈ. 


અમાસે, નશામાં લગભગ અર્ધબેભાન પતિને ઘસડતી જતી સોનલ ટેકરીએ જવાં નીકળી પડી. ન જાણ્યે કેમ વરસાદ બંધ થવાનું નામ લેતો ન હતો‌. જાણે તેને રોકવા માંગતો ન હોય! 'કોઈ દિ' આ રસ્તે નથ્ય આવી. પોહગાહે કે ની?' તે ડરતી ધીમાં ડગલાં ભરતી, ઘડીક અટકી પણ જતી. 'આ કાળી રાયતે એનો દારુ સૂટ્યે કે મું સૂટું. બેમાંથી એક તો સૂટહે.' વિચારતાં તેનાં ડગલાં મક્કમ બન્યાં. ‌


તે ટેકરીએ અમાસ ભરી આવી. દુખિયાળ જિંદગીનો એક રસ્તો આ પણ હોઈ શકે એ એને હવે ખબર પડી. "હંધુય સૂટ્યુ. દારુ ને મુએ સૂટી", નવઘણનો આભાર માનતી સોનલ આવનાર દિવાળીની તૈયારીમાં પડી. ‌





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ