વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગાણું

"ગાણું"

તારુ જ ગાણું ગાવું

     માધવ મારે તારુ જ ગાણું ગાવું..

તારા જ સંગે હરખ ની હેલીને

               મૌજેદરિયા હું માણું

         માધવ મારે તારુ જ ગાણું ગાવું..

  સુખ દુઃખ ને મોહમાયા

એનીજ આજુબાજુ આંટાફેરા

   જીવન જાણે વણઉકલ્યું ઉખાણું

         માધવ મારે તારુ જ ગાણું ગાવું..

હંસલો એકદી ઉડી જાશે

દેહ પંચભૂતમાં ભળી જાશે

     અચાનક થઇ જાશે અંધારું

       માધવ મારે તારુ જ ગાણું ગાવું..

સંતો સૌ મારગ બતાવે

ભવસાગર થી પાર ઉતરાવે

સમજી સુજાણ તમે...

      કરી લ્યો ભક્તિ કેરું હટાણું..

  માધવ મારે તારુ જ ગાણું ગાવું..

  તારા જ સંગે હરખની હેલીને

            મૌજેદરિયા હું માણું

      માધવ મારે તારુ જ ગાણું ગાવું.

         ૧-૮-૨૦૨૧     ...."તુ"

.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ