વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેઘ એ તો છે એક પ્રેમ ની ચાહ

મેઘ તો મેઘ છે પણ આકાશ ની વેદના ને કોણ જાણે... !

વસુંધરાને ઝંખતા એના અમર આત્મા ને કોણ જાણે....!


વસુંધરા ને આકાશ ..


વર્ષો થી પ્રેમી એકબીજાનાં,  અને જુગ-જુગ થી મળવાનાં કોડ...

અજાણ્યાં બંધનથી બંધાયેલા,અને લાગણીઓ ને પાડે કોણ ફોડ...


વસુંધરા ની વેદના એ તો આકાશ ને મળવાને તરસતી....

અને એની લાગણીઓ બધી ઝરણા સ્વરૂપે વરસતી...


આજ એ વસુંધરા ની ધીરજ ખૂટી અને એની લાગણીઓ દુભાણી છે...

એનો પ્રેમ પ્રવાહ આજે ખૂંટ્યો અને નદીઓ સુકાણી છે...


આકાશ એ આ જોયી અને વસુંધરા ની ચાહ માં આજે એની આંખ ખૂબ રડી..

અને વડુંધાર ના મિલનની ચાહ એ તો મેઘ સ્વરુપે પડી....


આજે લીલીછમ બની અને વસુંધરા સોળે કળાએ ખિલી છે...

કારણ કે વર્ષો પછી એ આજે અના આકાશ ને મળી છે....




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ