વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેહુલિયો

ઉંચા આકાશે જોને સખી કેવો ગૃજ્યો મેહુલિયો,

ટપ ટપ ટપ..અવાજે જોને કેવોં ટપક્યો મેહુલિયો.


આજે તો મન મૂકીને જાણે વરસ્યો મેહુલિયો,

સૂકી ધરામાં કેવોં અત્તર જેમ મહેક્યો મેહુલિયો.


વાદળોની સેના લઈને આજે ત્રાટક્યો મેહુલિયો,

વીજળીઓની રમઝટ બોલાવી નાચ્યો મેહુલિયો.


મારાં ય મનમાં છબ-છબ કરી વરસ્યો મેહુલિયો,

અંતરમાં પડેલા વિષાદને વહાવી ગયો મેહુલિયો.


બાળકે હોડી આપી તો કેવો હરખાયો મેહુલિયો,

પ્રકૃતિને નવોઢા જેવી સુંદર શણગારે મેહુલિયો.


સૌના તન મનમાં ઉમંગ છલકાવતો મેહુલિયો,

સૃષ્ટિનાં સહું જીવોનો છે તારણહાર મેહુલિયો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ