વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અમૃત રેલાણા.

સૂકી, તરસી, તપતી ધરતી કરે સિસકારા. 

કૂવા,તળાવ ને નદીઓનાં તળિયાં દેખાણા.


તાપે ત્રાહિમામ માનવીઓનાં નેજવા મંડાણા.

ત્યાં વિધવાનાં ભાલ જેવાં આકાશે વાદળો ડોકાણાં.


મોરલાંની ડોકેથી મીઠાં મધુરાં ટહુકાર રેલાણા.

ખમ્મા, ખમ્મા કહી ધરતીપુત્રોએ લીધાં ઓવારણાં.


પડળો ખડકી મેઘાનાં નીર અનરાધાર વરસાણા.

સુકીભઠ્ઠ ધરતી પર જાણે વરસાદી અમૃત રેલાણા.


લીલુડી ચુંદડી ઓઢેલી ધરાનાં રુપ લાગે સોહામણા.

વાહ રે મેહુલિયા તારાં પ્રતાપે જીવનમાં પ્રાણ પુરાણા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ