વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદોથી છલોછલ એ દિલ!

જૂનું જૂનું તોય સપનાનું ઘર હતું મારું,
      કેટલીય હતી આશાઓ દિલમાં જીવંત,
અરમાનોનુ તો હતું એ ગગન અનેરું,
       થયું એક પાનખરને ઘનઘોર સંધુય,
આજ પડ્યું ઘરને નંદવાઈ ગયું દિલ મારું!

પ્રેમનું એ હ્રદય હતું જુનું તોય ખરું,
    કેટલીય તમન્નાઓ હતી તોય જ્વલંત,
યાદોથી છલોછલ એ નયનોનું જોવું,
     ભીતરથી નીકળતું પ્રેમનું જીવંત ઝરણું,
આજ તૂટ્યું દિલને નંદવાઈ ગયું મમત્વ મારું!

ટીપું ટીપું વરસાદ તોય પલળ્યુ માથું,
   કેટલીય કરી તૈયારી તોય ભીનું આગણ,
ઝાઝેરી ઠંડક થઈ તોય કેમ કહેવું?
    દિલ તો આજેય વહાલનું છે તરસ્યું,
આજ છુટ્યો સાથ, દિલ ઝંખે મળવા મારું!


   
   


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ