વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેમ રોકુ હવે?

શબ્દે શબ્દે આજે રચાયું છે મહેરામણ,
પ્રેમનો આજે સર્જાયો મેઘ અનરાધાર.
       કેમ રોકુ હવે વર્ષાનું લથબથતુ ઝોકું?

ઝીણાં ઝીણાં ફોરાં ને પલળે છે આંગણ,
અવિરત સ્નેહ ગમે છે તારો મુશળધાર,
       કેમ રોકુ હવે વર્ષાનું લથબથતુ ઝોકું?

બંધ આંખોએ લાગણીઓ સ્પર્શે લગીર,
કોણ સાચવશે હવે મારાં પ્રેમનું બખતર,
      કેમ રોકુ હવે વર્ષાનું લથબથતુ ઝોકું?

કેવું સર્જાયું આજે હરિયાળું વાતાવરણ,
તોય જાણે શુષ્કતા દિલમાં હજુ ચારેકોર,
     કેમ રોકુ હવે વર્ષાનું લથબથતુ ઝોકું?

છે આસ્થા હવે માત્ર કુદરતનું વનરાવન,
તારાં ચરણે જ જીવન મારું ખુશાવહ,
     કેમ રોકુ હવે વર્ષાનું લથબથતુ ઝોકું?


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ