વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ક્યાં સમજ છે?

આંખ આજે મારી કેમ ફરફરે છે?
કંઈક સારું નરસું થવાનું સૂચવે છે.

સાચાં ખોટાંની મને ક્યાં સમજ છે?
ભરચોમાસે ય આંખોમાં તું વસે છે.

દિલમાં ભડાશ કેટલી એ ખબર છે?
સ્મિત રેલાય એને જ દુનિયા જુએ છે.

જીવનનાં રંગોની કોઈને જાણ છે?
છતાં કલ્પનામાં તો સહુયે જીવે છે.

વરસાદી વાદળે અજવાળું જોયું છે?
મનમૂકીને વરસાદને તોય તું પીવે છે.

નસીબનું બદલાશે પત્તું એ ખબર છે?
બંધ મુઠ્ઠીએ તોય માનવી રોજ જીવે છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ