વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વેરીડો


"પગ અને છાતીનાં ભાગ પર સૂકાં લાકડાં મૂકો કે પછી છેલ્લે સુધી નિરાંત."


આપઘાત કરીને જીવનનો અંત લાવેલા એક વ્યક્તિની ચિતા ગોઠવાઈ રહી હતી. સ્મશાનમાં આવેલા લોકોને એ સમજાતું નહોતું કે અગ્નિદાહ દેવામાં આટલી વાર કેમ થાય છે!


તે શરીરમાંથી આત્મા છૂટવાનું નામ લેતો નહોતો. ‌આખરે યમદૂતોએ સખ્તાઈ વર્તવી પડી. "હજી તારા આયુષ્યનાં પચાસ વર્ષ બાકી હતાં, છતાં જીવન ટૂંકાવવાનો નિર્ણય તારો પોતાનો હતો‌. અમે હવે કંઈ ન કરી શકીએ. બધો મોહ છોડીને ચાલ અમારી સાથે."


"પણ મેં આવું નહોતું કલ્પ્યું કે હું મરી જ જઈશ. હું તો ફક્ત ડરાવવા અગાશીએ ચડ્યો હતો. મને ધક્કો કોણે માર્યો? એ જાણ્યાં વગર હું મારો દેહ નહીં છોડું અને જેણે પણ મને ધક્કો માર્યો છે એને મારી સાથે લઈને જ જઈશ", કહેતાં એ આત્મા ચાર કલાક પહેલાંની ગતિવિધિ યાદ કરવા લાગ્યો.


'જમવાનું ન ભાવતાં પત્ની સાથે ઝગડો થયો. મા સમજાવતી વારાફરતી બંનેની પાછળપાછળ ફરતી હતી. હું વરસતા વરસાદમાં અગાશી તરફ દોડી ગયો. પછી ધબ્બ..!'


"વરસાદમાં પલળવા, મસ્તીમજાક કરતાં બંને પતિ-પત્ની સાથે અગાશીએ ગયાં હતાં તો પછી બંનેએ આ પગલું કેમ લીધું? સમજાતું નથી. માણેકમાને કેવો આઘાત લાગ્યો! કે તરત એટેક!" સંવાદોએ આત્માની વિચારમાળા તોડી‌. ધીમેધીમે આંખો સામે છવાતાં જતાં અંધકારમાં સામે ગોઠવાતી બીજી બે ચિતાઓને જોતાં ઉદ્વેગભાવે તેણે સંસાર ત્યજી દીધો.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ