વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કહી દો વરસાદને

કહી દો વરસાદને કે,

ઘનઘોર ગરજે,

અનરાધાર વરસે.

ભીની ભીની મોસમ હોય,

સાજન કેરો સાથ જો હોય,

ઉભય હૈયાં ભીંજાય.

કહી દો વરસાદને કે,

ઘનઘોર ગરજે,

અનરાધાર વરસે.

જો વીજ ઝબૂકે નભમાં,

તો મયુર ટહુંકે વનમાં,

હૈયે હવે હામ નથી.

કહી દો વરસાદને કે,

ઘનઘોર ગરજે,

અનરાધાર વરસે.

ધરતીપુત્રો જુએ છે વાટ,

આવને મેઘ હવે શાની વાર,

"હર્ષ" કહે,

હવે ધરતીને ભીંજાવ.

કહી દો વરસાદને કે,

ઘનઘોર ગરજે,

અનરાધાર વરસે.


                                  --હર્ષદ ગોસાઈ "હર્ષ"


                               







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ