વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદ પજવે છે

જોને આ વરસાદ મને પજવે છે.

વિના રેઈનકોટે,

વિના છત્રીએ,

નીકળું છું બહાર,

તો મને ભીંજવે છે.

જોને આ વરસાદ મને પજવે છે.

નીત-નવા પેંતરા રચતો,

કદીક ધીમોને કદીક જામતો,

હું પડી જાઉં અસમંજસમાં,

નીકળું કે ના નીકળું ઘરથી.

જોને આ વરસાદ મને પજવે છે.

શબ્દ નભમાં ઘનઘોર થાતો,

વીજળીના ચમકારા કરતો,

તોય મને એ વ્હાલો લાગતો,

હૈયે "હર્ષ" ના માતો.

જોને આ વરસાદ મને પજવે છે.


                            --હર્ષદ ગોસાઈ "હર્ષ"



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ