વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દીવા નીચે અંધારું હોય!

સમાજનાં વાર્ષિક સમારંભમાં આજે પોતાનું એક મકાન સમાજનાં ઉપયોગ માટે આપવાનું એલાન કરીને અશોકભાઈ મનોમન ગર્વ કરતાં સાલ અને પુષ્પગુચ્છનું બહુમાન સ્વીકારીને ઘરે આવ્યાં. ચારેકોર એમની ઉદારશીલતાની ચર્ચાઓ થવા લાગી. ઘરે આવીને સીધાં જ સમાજને આપેલું વચન નિભાવવા એ પોતાનાં એ ઘર પર પહોંચ્યાં.

નજીકમાં જ ચોમાસું આવવાની તૈયારી હોવાની કારણે મકાનની જાતે જ થોડી મરમ્મત કરી રહેલાં નાનાં ભાઈને જઈને કીધું,"ભાઈ ભરત આ બધું રિપેરિંગ રહેવા દે, હું કરાવી દઈશ. આ મને બા બાપુજી તરફથી વારસામાં મળેલું મકાન મેં સમાજને દાન કર્યું છે. આમ પણ તમારાં ભાગમાં આ બાજુમાં ખાલી જગ્યા આવી છે તો હવે એનાં પર જ એક મકાન બનાવી દેજે." કહીને અશોકભાઈ પોતાનાં નજીકમાં રહેલા બંગલા તરફ જવા લાગ્યાં. ભરત આસુંભરી આંખોએ બોલ્યો,"આ ભરચોમાસાના સમયે ઘર કેમ બાંધીશ? અને ઘર જો અત્યારે બનાવી શકતો હોઉં તો થીગડાં શું કામ કરી રહ્યો છું હું? હું જ પાગલ છું કે શું? કદાચ જગતને પ્રકાશ આપનાર દીવા નીચે અંધારું જ હોય એ ખરેખર સત્ય છે કે એ પોતાની પાસેનાં અંધકારને ન જ જોઈ શકે? બહું અજીબ સર્જન છે તારું!" કહેતો ભરત આંસુભરી આંખોએ હવે કુદરત જ કંઈ ચમત્કાર કરશે એમ વિચારતો આકાશ ભણી મીટ માંડી રહ્યો.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ