વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોઈક તો....!

       "યાર મે બનાવેલો વિડિયો તો વાઇરલ થઈ ગયો.જનક ખબર છે ત્યાં ઘણા બધા ઊભા હતા અને વિડિયો બનાવતા હતા, એમાં મારો ચાન્સ લાગી ગયો જ્યારે એ  એક્સિડન્ટ થયો ત્યારથી જ હું વિડિયો કરતો હતો. યાર, મે ખૂબ જ નજીકથી વિડિયો બનાવ્યો એના એન્ડ સુધી. પૂરી પંદર મિનિટ સુધી." પરિધની ખુશીનો પાર ન હતો.


       "હા મે પણ એ જોયો, પણ સાચું કહું તો કોઈકે એને હોસ્પિટલ પહોંચાડવો જોઈતો હતો. એક્સિડન્ટ વાળી જગ્યાથી હોસ્પિટલ માત્ર પાંચ મિનિટ દૂર છે." જનકે દુઃખી થતાં સ્પષ્ટતાથી પોતાનો અભિપ્રાય જણાવી દિધો.


"યાર, જનક તું પણ. ત્યાં એટલા બધા હતા કોઈકે એમ્બ્યુલન્સ ને ફોન પણ કર્યો હતો. પણ એ આવી ત્યાં સુધી માણસ ખલાસ થઈ ગયો હતો. યાર, તું હંમેશ નીરસ વાતો કરશ." પરિઘ જનકથી નારાજ થઈ પોતાની બાઇક પર સવાર થઈ ગુસ્સામાં ત્યાંથી નીકળી પડયો.


       ફૂલ સ્પીડમાં બાઈક ચલાવવી એ પરિઘનો શોખ હતો, આજ તો ચિડાયેલો પણ હતો. તેના ઘરથી થોડે દૂર હતો ત્યારે ખાડાને કારણે બાઈક સ્લીપ થયું અને પરિઘ બાઈક સાથે ઘસડાયો, તેનું માથું ડીવાઈડર સાથે જોરથી અથડાયું. માથાના ઘામાંથી લોહીની ધાર નીકળવા લાગી. પરિઘ પીડાથી કણસવા લાગ્યો. રસ્તા પર ભીડ એકઠી થવા લાગી, લોકો તેની હાલતનો વિડિયો ઉતારવા લાગ્યાં. પરિઘ આ ભીડને અપેક્ષાથી જોઈ રહ્યો, કોઈ તો મદદ માટે આગળ આવે. કોઈ તો.....







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ